Indian Railways: ઈતિહાસમાં પહેલીવાર રેલવેએ લીધો મોટો નિર્ણય, કરોડો મુસાફરો સાંભળીને ચોંકી ગયા
IRCTC: ડિજિટલ ઈન્ડિયા તરફ વધુ એક પગલું ભરતા રેલવે બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2017માં તત્કાલિન રેલવે મંત્રી પીયૂષ ગોયલના કાર્યકાળ દરમિયાન આવો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં રેલવે દ્વારા સંચાલિત પ્રિન્ટિંગ પ્રેસને બંધ કરવાની વાત કરવામાં આવી હતી.
Indian Railways Latest News: ભારતીય રેલ્વે દ્વારા લેવામાં આવેલ નવો નિર્ણય સાંભળીને તમે ચોંકી જશો. રેલવેએ તેની બાકીની પ્રિન્ટિંગ પ્રેસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં તેમનો કોન્ટ્રાક્ટ ખાનગી વેન્ડરોને આપવામાં આવી શકે છે. ડિજિટલ ઈન્ડિયા તરફ વધુ એક પગલું ભરતી વખતે રેલવે બોર્ડે આ નિર્ણય લીધો છે. 2017માં તત્કાલિન રેલવે મંત્રી પીયૂષ ગોયલના કાર્યકાળ દરમિયાન આવો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં રેલવે દ્વારા સંચાલિત પ્રિન્ટિંગ પ્રેસને બંધ કરવાની વાત કરવામાં આવી હતી.
આ પ્રિન્ટીંગ પ્રેસ બંધ થયા બાદ પ્રિન્ટીંગનો સમગ્ર કોન્ટ્રાક્ટ ખાનગી વેન્ડરોને આપવામાં આવશે. આ પછી પ્રિન્ટિંગ પ્રેસ બંધ કરવાની તૈયારી કરવામાં આવી હતી. તે સમયે પ્રિન્ટીંગ પ્રેસ બંધ થયા બાદ કેટલાકનું સંચાલન કરવામાં આવ્યું હતું. હવે તેમને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, રેલવે મંત્રાલયે 14માંથી 9 પ્રિન્ટિંગ પ્રેસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. બાકીની 5 પ્રિન્ટિંગ પ્રેસ રેલવેના નિયંત્રણ હેઠળ રાખવામાં આવી હતી. હવે આ પ્રિન્ટીંગ પ્રેસને રેલવે તરફથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
ઈલેક્ટ્રીક મીટરની બાજુમાં ફિટ કરી દો 800 રૂપિયાનું આ છોટુ ડીવાઇસ
ઓનલાઇન લીક થઈ The Kerala Story! વિવાદો વચ્ચે પણ બીજા દિવસે ધમાકેદાર કમાણી
આજે પંડ્યા બ્રધર્સ વચ્ચે કાંટાની ટક્કર, જાણો ગુજરાત-લખનૌ મેચની પીચ રીપોર્ટ
તાજેતરમાં, રેલવે તરફથી એક આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ભાયખલા મુંબઈ, હાવડા, શકુરબસ્તી-દિલ્હી, રોયાપુરમ ચેન્નાઈ અને સિકંદરાબાદમાં ચાલતા પ્રિન્ટિંગ પ્રેસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 4 જૂન, 2019 ના રોજના તેના પત્રમાં, પ્રેસને બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સમાચારો પછી સવાલ ઉઠી રહ્યો છે કે આવનારા સમયમાં રેલ્વે ટિકિટ કેવી રીતે પ્રિન્ટ થશે?
સૂત્રોનો દાવો છે કે આ માટે સરકારનો પ્રયાસ આગામી સમયમાં ખાનગી પ્રિન્ટરોને ટેન્ડર આપવાનો છે. ટિકિટ પ્રિન્ટ કરવાનો અને અન્ય સામગ્રી તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાં જ આપવામાં આવશે. રેલવે હવે માત્ર ટ્રેનોના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી રહ્યું છે. રેલ્વે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, મોટાભાગની આરક્ષિત ટિકિટો ઈ-ટિકિટીંગ દ્વારા બુક કરવામાં આવે છે. આ સિવાય ઈ-ટિકિટીંગ દ્વારા 81 ટકા ટિકિટ ડિજિટલી બુક કરવામાં આવે છે.
આ પણ વાંચો:
હંસ રાજ યોગથી આ 3 રાશિના જાતકોનું જાગી જશે સુતેલું ભાગ્ય, થશે ધનવર્ષા
Palmistry: જે લોકોના હાથમાં આવી રેખાઓ તેઓ ક્યારેય નથી ચઢી શકતા સફળતાની સીડી!
કન્યા રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે, સિંહ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube