The Kerala Story: ઓનલાઇન લીક થઈ The Kerala Story! વિવાદો વચ્ચે પણ ધમાકેદાર કમાણી; જાણો બીજા દિવસના આંકડા
The Kerala Story Leak: શું The Kerala Story ધ કાશ્મીર ફાઈલ્સના માર્ગ પર આગળ વધી રહી છે? હવે સ્પષ્ટ થઈ ગયું છે કે લોકોમાં આ ફિલ્મ માટે ક્રેઝ છે. તેને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. જો કે, આ દરમિયાન, ફિલ્મ ઓનલાઈન લીક થવાના સમાચાર પણ સામે આવ્યા છે.
Trending Photos
The Kerala Story Controversy: The Kerala Story નો ક્રેઝ વધી રહ્યો છે. 5 મે, શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલ આ ફિલ્મને લઈને લોકોમાં ઉત્સુકતા છે અને તેને જોવા માટે દર્શકો સિનેમા હોલમાં ઉમટી રહ્યા છે. જો કે આ ફિલ્મ પણ પાઈરેસીનો શિકાર બની હોવાના અહેવાલ છે. ફિલ્મ રિલીઝ થયાના કલાકોમાં અનેક ટોરેન્ટ સાઇટ્સ પર પહોંચી હતી. જ્યાંથી ઘણા લોકો તેને ડાઉનલોડ કરીને પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલમાં જોઈ રહ્યા છે. જ્યારે ફિલ્મ પર રાજકારણ પણ તેજ થઈ ગયું છે. આ ફિલ્મે દક્ષિણના તમામ રાજ્યો સહિત સમગ્ર ભારતમાં રાજકીય ઉથલપાથલ મચાવી દીધી છે.
ફિલ્મ મેકર્સનું કહેવું છે કે તેઓએ સત્ય બતાવ્યું છે. આ ફિલ્મ કેરળની મહિલાઓની સત્ય ઘટનાઓ પર આધારિત છે જેમને ISISમાં જોડાવા માટે છેતરવામાં આવી હતી. તે હિંદુ અને ખ્રિસ્તીમાંથી મુસલમાન બન્યા. એક અહેવાલ મુજબ, ધ કેરાલા સ્ટોરી ઓનલાઈન લીક થઈ ગઈ છે. ફિલ્મનું પાઇરેટેડ વર્ઝન Filmyzilla, Filmywap, Onlinemoviewatches, 123movies, 123movierulz, Telegram અને Tamilrockers પર ઉપલબ્ધ છે. દેશમાં પાયરસી ગુનો છે અને ધ કેરલા સ્ટોરીના નિર્માતાઓ ફિલ્મને ઓનલાઈન લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યા છે. ફિલ્મ ઓનલાઈન લીક થવાથી તેના બોક્સ ઓફિસ પરફોર્મન્સ પર પણ અસર પડે છે.
આ પણ વાંચો:
આજે તલાટીની 3437 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા : ઉમેદવારો આ નિયમોનું ખાસ ધ્યાન રાખજો
Manipur Violence: મણિપુર હિંસામાં ફસાયા યુપીના વિદ્યાર્થી, જાણો CM યોગીએ શું કર્યું
Amarnath Darshan: અમરનાથની 2023ની પહેલી તસવીર આવી સામે, ઘર બેઠા કરી લો દર્શન
ધ કેરાલા સ્ટોરીમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈન્દાની અને સોનિયા બલાની મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેને કર્યું છે, જ્યારે વિપુલ અમૃતલાલ શાહ તેના નિર્માતા છે. દરમિયાન ફિલ્મે શનિવારે બીજા દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. પ્રથમ દિવસે આઠ કરોડ રૂપિયાથી વધુની ઓપનિંગ લેનારી આ ફિલ્મ વિશે ટ્રેડ એક્સપર્ટનું કહેવું છે કે શનિવારે તેના કલેક્શનમાં લગભગ 80 ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં ફિલ્મની કમાણી બીજા દિવસે 14 કરોડ રૂપિયા સુધી છે. આ રીતે ફિલ્મની બે દિવસમાં કમાણી 22 કરોડ રૂપિયાથી વધુ જશે. રવિવારે ફિલ્મની કમાણી વધવાની સાથે પ્રથમ વીકેન્ડમાં ફિલ્મનું કલેક્શન 40 કરોડની આસપાસ રહેવાનો અંદાજ છે. જ્યારે ફિલ્મનું બજેટ 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:
ઘરે બેઠા જાણો તમારા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી, 1 મિનિટમાં પડી જશે ખબર
સાદા લાયસન્સને કેવી રીતે બનાવશો સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ? જાણો સરળ ટ્રિક
કન્યા રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે, સિંહ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે