એક જૂનથી ચાલશે 200 પેસેન્જર ટ્રેન, 21 મેથી બુકિંગ શરૂ
કોરોના સંકટ વચ્ચે ભારતીય રેલવેએ ટ્રેન સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે રેલવેએ મોટું પગલું ભર્યું છે. એક જૂનથી રેલ સેવાની આંશિક શરૂઆત થવા જઈ રહી છે. રેલવે 200 પેસેન્જર ટ્રેનોની શરૂઆત કરશે.તે માટે ગુરૂવાર (21 મે)થી બુકિંગ શરૂ થશે. આઈઆરસીટીસીની વેબસાઇટ પર ગુરૂવારે સવારે 10 કલાકથી બુકિંગ શરૂ થશે. તત્કાલ કે પ્રિમિયમ તત્કાલની સુવિધા હશે નહીં. કન્ફર્મ ટિકિટ હશે તો જ સ્ટેશન પર એન્ટ્રી મળશે.
રેલવેની આ વિશેષ સેવાઓ હાલની શ્રમિક અને સ્પશિયલ એસી ટ્રેન (30 ટ્રેન)થી અલગ હશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે એસી અને નોન એસીની જેમ રિઝર્વેશન હશે. જનરલ કોચમાં બેસવા માટે રિઝર્વ સીટ હશે. ટ્રેનમાં કોઈપણ અનરિઝર્વ કોચ હશે નહીં. ભાડુ સામાન્ય હશે અને જનરલ (જીએસ) કોચ માટે રિઝર્વ હોવાને નાતે (2 એસ)નું ભાડુ લેવામાં આવશે અને બધા યાત્રીકોને સીટ આપવામાં આવશે.
ગુજરાતથી શરૂ થશે આ ટ્રેન
અમદાવાદથી બિહારના દરભંગા જવા માટે સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદથી વારાણસી જવા માટે સાબરમતી એક્સપ્રેસ શરૂ થશે. તો સુરતથી છાપરા જવા માટે તાપી-ગંગા એક્સપ્રેસ ટ્રેન ચાલશે. તો અમદાવાદથી મિઝફ્ફરપુર, ગોરખપુર અને પટણા જવા માટે પણ ટ્રેન શર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર