નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં રમઝાન દરમિયાન આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોએ જે પ્રકારે ઓપરેશન પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો હતો સુત્રો અનુસાર હવે તેને આગળ વધારવામાં નહી આવે. સુત્રોનાં હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર સુરક્ષાદળોની સલાહબાદ ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદથીહવે કાશ્મીરમાં સુરક્ષાદળોને આતંકવાદીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની છુટ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે રમઝાનના મહિના દરમિયાન કાશ્મીરમાં ઓપરેશન નહી કરવાની જાહેરાત કરી હતી. આ આદેશ સાથે જ ગૃહમંત્રી રાજનાથસિંહે તેમ પણ કહ્યું હતું કે, કાશ્મીરમાં સીઝફાયર નથી પરંતુ સસ્પેંશન ઓફ ઓપરેશન (કાર્યવાહી થોડા સમય માટે અટકાવી દેવું) છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સેના હાથ બાંધીને નથી બેઠી કોઇ પણ આતંકવાદી ગતિવિધિ થાય તેવામાં ઓપરેશન ફરીથી ચાલુ કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલનાં દિવસોમાં કાશ્મીરમાં સેનાના ઓપરેશન અંગે સસ્પેંશન બાદ આતંકવાદીઓએ ફરીથી માથુ ઉચકવાનું ચાલુ કરી દીધું છે. રમઝાનના મહિનામાં જ આતંકવાદીઓએ ઘણીવાર ભારતીય સુરક્ષાદળોને નિશાન બનાવ્યું હતું. 19મી મેથી અત્યાર સુધી થયેલા આતંકવાદી હૂમલામાં સુરક્ષાદળોએ 17 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જ્યારે આ દરમિયાન સુરક્ષાદળોનાં 4 જવાન શહીદ થયા હતા. 

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં રમઝાન હોવાનાં કારણે સેનાએ ઓપરેશન ઓલઆઉટને થોડા સમય માટે અટકાવી દીધું હતું. જેના કારણે આતંકવાદીઓએ ફરીથી માથુ ઉચકવાની શરૂઆત કરી હતી. જો કે હવે ફરીથી રમઝાન પુર્ણ થયા બાદ ઓપરેશન ઓલઆઉટ ચાલુ કરવાની તૈયારી સરકારે  કરી હતી.