સોનમ વાંગચૂકને મળ્યું ભારતના કરોડો વેપારીઓનું સમર્થન, ચીનને પડશે મોટો આર્થિક ફટકો
રિયલ ફૂંગસુક વાંગડુ એટલે કે સોનમ વાંગચૂકે લદાખથી થોડા દિવસ પહેલા જ એક મેસેજ મોકલ્યો કે ચાઈનીઝ સામાનનો બહિષ્કાર કરવો જરૂરી છે. અને હવે દેશભરના વેપારીઓનું મહાસંઘ Confederation of All India Traders (CAIT)એ સોનમ વાંગચૂકની આ મુહિમનું સમર્થન કર્યું છે. દેશભરમાં 7 કરોડ વેપારીઓ CAITમાં સામેલ છે અને એ પણ જણાવવાનું કે 3 ઈડિયટ્સ ફિલ્મમાં ફૂંગસુક વાંગડુની ભૂમિકા સોનમ વાંગચૂકથી જ પ્રેરિત હતી.
નવી દિલ્હી: રિયલ ફૂંગસુક વાંગડુ એટલે કે સોનમ વાંગચૂકે લદાખથી થોડા દિવસ પહેલા જ એક મેસેજ મોકલ્યો કે ચાઈનીઝ સામાનનો બહિષ્કાર કરવો જરૂરી છે. અને હવે દેશભરના વેપારીઓનું મહાસંઘ Confederation of All India Traders (CAIT)એ સોનમ વાંગચૂકની આ મુહિમનું સમર્થન કર્યું છે. દેશભરમાં 7 કરોડ વેપારીઓ CAITમાં સામેલ છે અને એ પણ જણાવવાનું કે 3 ઈડિયટ્સ ફિલ્મમાં ફૂંગસુક વાંગડુની ભૂમિકા સોનમ વાંગચૂકથી જ પ્રેરિત હતી.
CAITના પ્રેસિડેન્ટ બીસી ભરતિયાના જણાવ્યાં મુજબ સોનમ વાંગચૂકનું કહેવું છે કે ચીનને બુલેટ પાવર ઉપરાંત વોલેટ પાવરથી હરાવવો જરૂરી છે. અમે તેમનું સમર્થન કરીએ છીએ. અમે છેલ્લા 5 વર્ષથી સોફ્ટ રીતે Bycott Chinese Goods મુહિમ ચલાવી રહ્યા છીએ. અમે હોળી પર દેશના 200 શહેરોમાં ચાઈનીઝ સામાનની હોળી કરી. હવે સોનમ વાંગચૂકે જે લદાખ બોર્ડરથી મેસેજ મોકલ્યો છે અમે તેમની સાથે છીએ. અમે ચીનને આર્થિક રીતે નુકસાન કરવાનું મહત્વ સમજીએ છીએ.
બનાવી 3 હજાર પ્રોડક્ટ્સની કેટેગરી
CAITના મહાસચિવ પ્રવિણ ખંડેલવાલનું કહેવું છે કે અમે 3000 પ્રોડક્ટ્સની એવી કેટેગરી બનાવી છે કે જેને ભારતીય પ્રોડક્ટ્સ સાથે રિપ્લેસ કરવી જોઈએ અને ભારતમાં તેનું રિપ્લેસમેન્ટ પણ છે. અમે અમારા વેપારીઓને સમજાવી રહ્યા છીએ કે ચીનથી ઈમ્પોર્ટ બંધ કરવું જોઈએ અને દેશી સામાન વધુ વેચવો જોઈએ. પ્રોડક્ટની કેટેગરીમાં અમે હજુ વધુ પ્રોડક્ટ જોડી રહ્યા છીએ.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube