LAC પર તૈનાત સૈનિકોને ભીષણ ઠંડીથી બચાવવા માટે ભારતીય સેનાની જબરદસ્ત તૈયારીઓ
ભારતે ચીન સાથે તણાવ વધ્યા બાદ લગભગ 50 હજાર સૈનિકોની તૈનાતી LAC પર કરી છે. અમેરિકાથી ખાસ પ્રકારના પોષાક મંગાવવામાં આવ્યા છે. જે સૈનિકોને ભીષણ ઠંડી સામે રક્ષણ આપશે.
લદાખ: ચીન સાથે પૂર્વ લદાખ (Ladakh) માં ચાલી રહેલા તણાવ વચ્ચે કડકડાતી ઠંડીમાં પણ સૈનિકોની તૈનાતી રહેશે અને ઘૂસણખોરોને જડબાતોડ જવાબ આપશે. ભીષણ ઠંડીથી સૈનિકોને બચાવવા માટે ભારતીય સેનાએ ખાસ તૈયારીઓ કરી છે. પૂર્વ લદાખમાં સૈનિકોની તૈનાતી સિચાચિન(Siachen) ની જેમ રોટેશન મુજબ કરવામાં આવશે. સૈનિકોને ખુબ જ કપરા હાલાતમાં માત્ર 90 દિવસ સુધી તૈનાત રહેવું પડશે. ત્યારબાદ તેમની જગ્યા બીજા સૈનિકો લેશે.
બાબા કા ઢાબા: યુટ્યૂબરનો ગંભીર આરોપ, કાંતા પ્રસાદને આટલી રકમ આપી હોવાનો કર્યો દાવો
પૂર્વ લદાખમાં હાલ તાપમાન -10 થી -20 ડિગ્રી
પૂર્વ લદાખ(Eastern Ladakh) માં તાપમાન હાલ શૂન્યથી 10 ડિગ્રી નીચે જતું રહ્યું છે. થોડા દિવસમાં આ તાપમાનમાં વધુ ઘટાડો થશે. પૂર્વ લદાખમાં પહેલીવાર ઊંચી ટોચ પર ભારતીય સૈનિકો તૈનાત છે. અહીં લાંબા સમય સુધી શિયાળો હોય છે અને તાપમાન ખુબ નીચે જતું રહે છે.
ઠંડીમાં પહેલીવાર સૈનિકોની તૈનાતી
ભારતીય સૈનિકો પૂર્વ લદાખ એટલે કે પેન્ગોંગ ઝીલના પૂર્વ કિનારે ઠાકુંગથી લઈને રેજાંગ સુધી તૈનાત છે. જેમાં બ્લેક ટોપ, મુખપરી, રેજાંગ લા, રેચિન લા, જેવી ટોચ પર 19થી લઈને 31 ઓગસ્ટ સુધીમાં કબજો કરી લેવાયો હતો. આ કબજા બાદ ભારતીય સેના રણનીતિક રીતે મહત્વપૂર્ણ જગ્યાઓ પર પોતાની મજબૂત પોઝિશન જમાવી બેઠી છે. પરંતુ અહીં શિયાળામાં રહેવું ખુબ મુશ્કેલ છે. આ અગાઉ ભારતીય સેનાએ ક્યારેય અહીં સ્થાયી તૈનાતી કરી નહતી.
Arnab Goswami ની ધરપકડ બાદ મૃતક ડિઝાઈનરની પત્ની-પુત્રી આવ્યા સામે, લગાવ્યા ગંભીર આરોપ
શૂન્યથી 40 ડિગ્રી નીચે જઈ શકે છે તાપમાન
આ વિસ્તારોમાં તાપમાન શૂન્યથી ચાલીસ ડિગ્રી સુધી નીચે જઈ શકે છે. આ ઉપરાંત ખુબ જ વધુ ફૂંકાતા ઠંડા પવનથી પણ મુશ્કેલીઓ વધે છે. આથી દરેક સૈનિકને 90 દિવસ સુધી કોઈ મુશ્કેલ જગ્યા પર તૈનાતી બાદ સરળ જગ્યા પર લઈ જવાશે અને તેની જગ્યા એ સૈનિક લેશે જે સારી રીતે એક્સલમટાઈઝ્ડ(Acclimatize) હશે.
અમેરિકાથી મંગાવ્યા છે ખાસ પોષાક
ભારતે મેમાં ચીન સાથે તણાવ વધ્યા બાદ લગભગ 50 હજાર સૈનિકોની તૈનાતી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર કરી છે. સેના અને વાયુસેનાએ જુલાઈથી જ અહીં ઠંડીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક મોટા અભિયાન હેઠળ રાશન, કેરોસિન હીટર, ખાસ કપડાં, ટેન્ટ્સ, અને દવાઓને આખી ઋતુ મટે ભેગું કરી લેવાયું છે. ખુબ જ ઠંડા મૌસમમાં સૈનિકોના ઉપયોગ માટે ખાસ કપડાંના 11000 સેટ હાલમાં જ અમેરિકાથી આવ્યા છે. પરંતુ આ વ્યવસ્થાઓ છતાં હવામાન સૈનિકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આથી સૈનિકોની તૈનાતી રોટેશન હેઠળ થશે. જેથી કરીને તેમને આરામ માટે સમય મળી રહે.
Corona Update: દેશમાં કોરોનાને હંફાવનારા લોકોની વધી રહી છે સંખ્યા, જાણો લેટેસ્ટ અપડેટ
ઊંચાઈ પર તૈનાતી માટે સૈનિકોને આ રીતે કરાય છે તૈયાર
ભારતીય સેનાને સિયાચીનમાં તૈનાતી કરવાનો ચાર દાયકાનો અનુભવ છે પરંતુ સિયાચિનમાં તૈનાત સૈનિકોની સંખ્યા આ વખતે લદાખમાં તૈનાત સૈનિકોની સંખ્યા કરતા ઓછી હોય છે. સૈનિકોને ઊંચાઈવાળી જગ્યાઓ પર તૈનાત કરવા માટે એક નિર્ધારિત પ્રક્રિયા હેઠળ એક્લમટાઈઝેશનમાંથી પસાર થવું પડે છે. 9 થી 12 હજાર ફૂટ ઊંચાઈ પર દર 1000 ફૂટ પર બે દિવસનો એક્લમટાઈઝેશન કરાય છે. આ ઊંચાઈ પર ઓક્સિજનની અછત અને ખુબ જ ઠંડીના કારણે સૈનિકોને અનેક જીવલેણ બીમારીઓનું જોખમ હોય છે. જેમાં હાઈ એલીટ્યૂડ પલ્મોનરી એડેમા (High Altitude Pulmonary Edema) એટલે કે HAPE મુખ્ય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube