Why Indians leaving citizenship: વિશ્વ ફલક પર ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે ટૂંક સમયમાં આપણો દેશ દુનિયામાં વિશ્વગુરુ બની જશે. પરંતુ આ બધાની વચ્ચે ભારત સરકાર દ્વારા દેશની નાગરિકતા છોડનારા લોકોની સંખ્યાએ બધાને ચોંકાવી દીધા છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ભારતની નાગરિકતા છોડી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે આ દેશના ઉચ્ચ વર્ગના લોકો છે. અર્થાત શ્રીમંત લોકો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતી 'ભાઇ' અને 'બેન' માટે પાસપોર્ટ બનાવવામાં પડે છે મુશ્કેલી! જાણો કેમ?
Car Tips: શું તમને મુસાફરી દરમિયાન થાય છે Vomiting, આ રહ્યો રામબાણ 'ઇલાજ'
20 વર્ષ સુધી એશ કરાવે છે આ ગ્રહની મહાદશા, રાજા જેવું જીવે છે જીવન


જોકે આ તે લોકો છે જે દેશની અર્થવ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવે છે. એવામાં જો આવા લોકો દર વર્ષે ભારતની નાગરિકતા છોડી દે છે તો આવનારા સમયમાં દેશની 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાનું સ્વપ્ન કેવી રીતે પૂર્ણ થશે તે વિચારવા જેવી વાત છે. 


જૂન 2023 સુધીમાં કેટલા લોકોએ છોડી દીધી ભારતીય નાગરિકતા?
આ અંગે ભારત સરકારે રિપોર્ટ આપ્યો છે. જે મુજબ જૂન 2023 સુધી દસ વીસ હજાર નહીં પરંતુ 87,026 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે સંસદમાં એક પ્રશ્નનો જવાબ આપતાં આ આંકડા આપ્યા છે. ભારતની નાગરિકતા છોડીને આ લોકો દુનિયાના 135 દેશોમાં પોતાનું નવું ઘર બનાવી રહ્યા છે. ભારત સરકારના અહેવાલ મુજબ, વર્ષ 2011 થી અત્યાર સુધીમાં લગભગ 17 લાખ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. ખાસ કરીને આવા લોકો કે જેઓ આ દેશમાં અમીર ગણાય છે.


ફરવા જાવ તો ટ્રાય કરજો આ 4 હેલ્ધી અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ, નહી થાય શરીરને નુકસાન
વજન ઘટાડવું હોય તો આજે જ શરૂ કરી દો પાણીપુરી ખાવાનું, આ વાતનું પણ ધ્યાન રાખો


આ લોકો દેશ છોડીને ક્યાં જાય છે?
અમે તમને ઉપર કહ્યું તેમ, ભારતની નાગરિકતા છોડીને તેઓ વિશ્વના કુલ 135 દેશોમાં પોતાનું ઘર બનાવી રહ્યા છે. જોકે, ભારત બેવડી નાગરિકતાને માન્યતા આપતું નથી, તેથી જે લોકો ભારતની નાગરિકતા છોડી રહ્યા છે, તેઓએ બીજા દેશની નાગરિકતા લેવી પડશે. આ લોકો જે દેશોમાં જઈ રહ્યા છે તેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને પાકિસ્તાન જેવા દેશો પણ સામેલ છે.


Walking Plan: મહિનામાં 10 kg વજન ઘટાડવા માટે દરરોજ કેટલું ચાલવું જરૂરી, શું છે નિયમ
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી


2022માં સૌથી વધુ ભારતીયોએ છોડી નાગરિકતા
વિદેશ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં સૌથી વધુ 2,25,620 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. હવે સવાલ એ થાય છે કે આટલા બધા લોકો ભારતની નાગરિકતા કેમ છોડી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે લોકો આવી સારી તકો, સારી આરોગ્યસંભાળ અને જીવનની સારી ગુણવત્તા માટે ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે. આ સિવાય પણ આવી અનેક સમસ્યાઓ છે જેના કારણે લોકો ભારતની નાગરિકતા છોડીને અન્ય દેશોની નાગરિકતા લઈ રહ્યા છે.


Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube