રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીયોને રાહત, વિઝા વગર જઈ શકશે પોલેન્ડ બોર્ડર, વાપસી માટે હશે સ્પેશિયલ ફ્લાઇટ
ભારતમાં પોલેન્ડના રાજદૂતે જણાવ્યું કે આસરે 2 લાખ લોકો બોર્ડર પાર કરી પોલેન્ડ આવ્યા છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ છે. તેમણે કહ્યું કે, બોર્ડર પોઈન્ટ પર ખુબ ભીડ છે, પરંતુ અમે દરેકનું સ્વાગત કરી રહ્યાં છીએ.
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અનેક ભારતીય યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયા છે. અત્યાર સુધી 6 વિમાન ભારતીયોને લઈને પરત ફર્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને રોડ માર્ગે પોલેન્ડ, હંગરી અને રોમાનિયા લાવવામાં આવી રહ્યાં છે અને ત્યાંથી ભારત મોકલવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે ભારતમાં પોલેન્ડના રાજદૂતે મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, આશરે 2 લાખ લોકો બોર્ડર પાર કરી પોલેન્ડ આવ્યા છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ છે. તેમણે કહ્યું કે, બોર્ડર પોઈન્ટ્સ પર ખુબ ભીડ છે પરંતુ અમે દરેકનું સ્વાગત કરી રહ્યાં છીએ.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતમાં પોલેન્ડના રાજદૂત એડન બુરાકોવ્સ્કીએ જણાવ્યુ કે, ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ફ્લાઇટ્સ હશે. પોલેન્ડ મદદ કરી રહ્યું છે અને ભારતના હાઈ લેવલ ડેલિગેશનને પોતાના નાગરિકોને કાઢવામાં મદદ કરશે. વગર કોઈ વિઝા વગર ભારતીય નાગરિક પોલેન્ડ બોર્ડર જઈ શકે છે. તેમણે આગળ કહ્યું, અમે યુક્રેનના સમર્થનમાં છીએ અને તમામ પ્રકારની મદદની સાથે હથિયાર પણ ઉપલબ્ધ કરાવીશું. યુરોપિયન યુનિયનનું એર સ્પેસ રશિયાના વિમાનો માટે બંધ છે, જેમાં ખાનગી જેટ્સ પણ સામેલ છે. રશિયા પર જાપાન, અમેરિકા અને અન્ય દેશોએ પ્રતિબંધ લગાવ્યા છે.
યુદ્ધથી દહેશતના માહોલમાં રહેતા યુક્રેનના લોકોની મદદ માટે કૃષ્ણ ભગવાને મોકલ્યાં દેવદૂત!
યુક્રેનના પડોશી દેશોમાં જશે ચાર મંત્રીઓ
યુક્રેન સંકેટ પર પીએમ મોદીના નેતૃત્વમાં યોજાયેલી હાઈ લેવલની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. જેમાં નક્કી કરાયું છે કે ચાર મંત્રીઓને યુક્રેનના પડોશી દેશમાં મોકલવામાં આવશે. જે ભારતીય લોકો અને વિદ્યાર્થીઓને પરત લાવવામાં મદદ કરશે. જે મંત્રીઓને મોકલવામાં આવી રહ્યા છે તેમાં હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજૂ, અને જનરલ વી કે સિંહના નામ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube