યુદ્ધથી તબાહી અને દહેશતના માહોલમાં રહેતા યુક્રેનના લોકોની મદદ માટે કૃષ્ણ ભગવાને મોકલ્યાં દેવદૂત!
રશિયા અને યુક્રેન વચ્ચે હાલ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનને ઘેરીને તેની પર ચારેય બાજુથી હુમલા શરી કરી દીધાં છે. જમીન પર બોર્ડરથી સૈન્યને અંદર ઉતારીને યુક્રેન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ પુતિને પોતાની એરફોર્સને પણ હવાઈ હુમલો કરવા માટે આદેશ આપી દીધાં છે. એટલું જ નહીં પુતિને તો પરમાણું હુમલા માટે પણ તૈયારીઓ કરી દીધી છે. આ સ્થિતિમાં યુક્રેનમાં રહેતા તમામ લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
- યુક્રેનમાં રહેતા લોકોની મદદે આવ્યાં કૃષ્ણભક્તો
- યુક્રેનના લોકોને જમવાની વ્યવસ્થા કરી આપી
- સોશિયલ મીડિયા પર લોકો કરે છે પ્રશંસા
Trending Photos
નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચે હાલ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનને ઘેરીને તેની પર ચારેય બાજુથી હુમલા શરી કરી દીધાં છે. જમીન પર બોર્ડરથી સૈન્યને અંદર ઉતારીને યુક્રેન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ પુતિને પોતાની એરફોર્સને પણ હવાઈ હુમલો કરવા માટે આદેશ આપી દીધાં છે. એટલું જ નહીં પુતિને તો પરમાણું હુમલા માટે પણ તૈયારીઓ કરી દીધી છે. આ સ્થિતિમાં યુક્રેનમાં રહેતા તમામ લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
યુદ્ધની સ્થિતિમાં અત્યાર સુધી સંખ્યાબંધ નિર્દોશ લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યાં છે. સંખ્યાબંધ ભારતીયો પણ હાલ યુક્રેનમાં ફસાયેલાં છે. ત્યારે યુક્રેનમાં યુદ્ધને કારણે ડર, દહેશત અને ખૌફનો માહોલ ઉભો થયો છે. ચારેય તરફ તબાહી અને મોતના મંઝર વચ્ચે કૃષ્ણ ભગવાને યુક્રેનના લોકો માટે દેવદૂત મોકલ્યાં છે! જી હાં, વાંચીને તમને નવાઈ લાગી હશે કે કૃષ્ણ ભગવાનનું યુક્રેનમાં યુદ્ધની સ્થિતિમાં વળી શું કનેકશન સામે આવ્યું. તો એના માટે તમારે સમગ્ર આર્ટિકલ વાંચવો પડશે.
યુક્રેન પર રશિયાના હુમલાને કારણે તબાહીની સ્થિતિ છે. ચારેબાજુ બોમ્બ વરસી રહ્યા છે, ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. દેશમાં અનાજની અછત શરૂ થઈ ગઈ છે. આ મોટા સંકટમાં ભગવાન શ્રી કૃષ્ણ (ઈસ્કોન)ના ભક્તો યુક્રેનના લોકો માટે મદદે આવ્યા છે. ઈસ્કોનના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે ટ્વીટ કર્યું કે રશિયા, યુક્રેન, પોલેન્ડ, હંગેરી સહિત આસપાસના દેશોમાં ઈસ્કોનના ઘણા મંદિરો છે. યુક્રેનના લોકોને મદદ કરવા માટે, ઈસ્કોને તેના તમામ મંદિરોમાં મફત ખોરાક, પાણી અને આશ્રય આપવાનું શરૂ કર્યું છે. એકલા યુક્રેનમાં ઈસ્કોનના 54 મંદિરો છે. આવી સ્થિતિમાં ભૂખ અને તરસથી પીડાતા લોકોને મંદિરોના લોકેશન મોકલીને મદદ લેવાની સલાહ આપવામાં આવી રહી છે.
રાધારમણ દાસે કહ્યું કે યુક્રેનથી ભાગીને હંગેરી પહોંચેલા હજારો લોકોને આશ્રય આપવા માટે લંગર શરૂ કરાયું છે. યુદ્ધથી ભાગી રહેલા લોકોને સંપૂર્ણ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. તેમને ભોજન અને પાણીની સાથે રહેવા માટે જગ્યા પણ આપવામાં આવી રહી છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસ પણ ઈસ્કોનના આ ઉમદા હેતુમાં મદદ કરી રહ્યું છે. ઈસ્કોને ટ્વીટ કરીને કહ્યું, 'જ્યારે જીવનમાં લીંબુ મળે તો તેની ખાટાશથી ગભરાશો નહીં. ગભરાવાને બદલે તેમાંથી લીંબુનું શરબત બનાવો. સનાતન ધર્મે કિવમાં આ ઈસ્કોન ભક્તોને આ જ શીખવ્યું છે. તેઓ જે પણ શીખ્યા છે તે આ મુશ્કેલ સમયમાં લાગુ કરી રહ્યા છે. સમગ્ર યુક્રેનમાં અમારા ઇસ્કોન મંદિરો જરૂરિયાતમંદોની સેવા માટે તૈયાર છે. અમારા મંદિરોમાં આપનું સ્વાગત છે.
ઈસ્કોને કહ્યું, 'ચેચન્યા યુદ્ધ (1995) દરમિયાન પણ ઈસ્કોનના ભક્તોએ પોતાના જીવની પરવા કર્યા વિના લોકોની સેવા કરી હતી. સેવા કરતી વખતે અમારા એક ભક્તનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. ભક્તોએ 850,000 રશિયનો, ચેચેન્સ, જ્યોર્જિયનો, આર્મેનિયનો અને યુદ્ધ પીડિતોને મફત ભોજન આપવામાં મદદ કરી હતી. ઈસ્કોનની આ પહેલની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક યુઝરે કહ્યું કે સનાતન ધર્મ કોઈ નવું કામ નથી કરી રહ્યો. તેમણે હંમેશા જરૂરિયાતમંદોની સેવાને પોતાનો ધર્મ ગણ્યો છે. જ્યાં પણ કટોકટી આવી ત્યાં ભારત અને ભારતના લોકોએ આ ધર્મને અનુસરીને મદદનો હાથ લંબાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે