Corona Update: દેશમાં રોકેટ ગતિથી વધી રહ્યો છે કોરોના, નવા કેસમાં તોતિંગ વધારો, આંકડા જાણી ચોંકશો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 78,761 નવા દર્દીઓ નોંધાયા છે અને આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 35,42,734 પર પહોંચ્યો છે.
નવી દિલ્હી: ભારતમાં ખતરનાક સ્પીડથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 78,761 નવા દર્દીઓ નોંધાયા છે અને આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 35,42,734 પર પહોંચ્યો છે. જેમાંથી 7,65,302 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 27,13,934 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. દેશમાં એક જ દિવસે 948 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 63,498 થયો છે.
Coronavirus: કોરોનાના લક્ષણો વિશે WHOએ આપ્યું મોટું નિવેદન, જાણવું ખુબ જ જરૂરી
Unlock-4ની ગાઈડલાઈન જાહેર, ધાર્મિક, સામાજિક કાર્યક્રમમાં 100 લોકોને મંજૂરી
ભારતમાં કોરોના ટેસ્ટિંગમાં ખુબ વધારો કરવામાં આવ્યો છે. WHOની સલાહ મુજબ અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરરોજ 10 લાખની વસ્તી પર 140થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. એવા કેટલાય રાજ્યો છે જેમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ તો રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube