COVID-19: કોરોના પર આવ્યા સારા સમાચાર!, સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આપ્યું આ નિવેદન
દેશભરમાં કડક નિયમો લાગુ થયા હોવા છતાં કોરોના (Corona Virus) સંક્રમિત દર્દીઓના આંકડા સતત વધી રહ્યાં છે. આ બાજુ સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં એક સારા સમાચારના સંકેત આપ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમા 15 લાખ લોકો કોરોનાથી જંગ જીતી ચૂક્યા છે. બહુ જલદી સ્થિતિ નિયંત્રણમાં હશે.
નવી દિલ્હી: દેશભરમાં કડક નિયમો લાગુ થયા હોવા છતાં કોરોના (Corona Virus) સંક્રમિત દર્દીઓના આંકડા સતત વધી રહ્યાં છે. આ બાજુ સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં એક સારા સમાચારના સંકેત આપ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમા 15 લાખ લોકો કોરોનાથી જંગ જીતી ચૂક્યા છે. બહુ જલદી સ્થિતિ નિયંત્રણમાં હશે.
મંત્રાલયે જણાવ્યું કે હજુ પણ એવા અનેક રાજ્યો છે જેમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જાણકારી આપતા તેમણે આગળ જણાવ્યું કે આ સંક્રમણ હાલ 10 રાજ્યોમાં કેન્દ્રિત છે જે નવા કેસમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો કોરોનાના સૌથી વધુ કેસ આ રાજ્યોમાંથી આવે છે. સ્થિતિને જલદી કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube