નવી દિલ્હી: ભારતમાં શુક્રવાર સુધી કોરોના વાયરસ (Coronavirus)ના કેસ 8 લાખને પાર થઇ ચૂક્યા છે, ગત એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 27 હજાર 114 દર્દીઓ વધ્યા છે. કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 8 લાખ 20 હજાર 916 થઇ ગઇ છે જ્યારે તેમાંથી 22 હજાર 123 લોકોના મોત થયા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


ગત 24 કલાકમાં કોરોના સંક્રમણથી 519 દર્દીઓના મોત થયા છે જ્યારે 19870 લોકો સાજા થયા છે. એક દિવસમાં 6,725 એક્ટિવ દર્દીઓ છે. 


દેશમાં અત્યાર સુધી કોરોનાન એક્ટિવ દર્દીઓની સંખ્યા 2 લાખ 83 હજાર 407 છે અને 5 લાખ 15 હજાર 385 લોકો સંક્રમણથી રિકવર થયા છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાથી 22,123 મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube