બાલેશ્વર (ઓડિસા) : ભારતે સ્વદેશી રીતે વિકસાવેલી એડવાન્સ્ડ એર ડિફેન્સ્ (એએડી) સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું ઓડિસાના એક પરિક્ષણ કેન્દ્રમાંથી શુક્રવારે સફળ પરિક્ષણ કર્યુ છે. આ મિસાઇલ સાવ ઓછી ઉંચાઈથી આવી રહેલી કોઈપણ બેલિસ્ટિક મિસાઇલને વચ્ચેથી જ તોડી પાડવા માટે સક્ષમ છે. આ વર્ષે ત્રીજું સુપરસોનિક ઇન્ટરસેપ્ટર પરિક્ષણ છે. આની મદદથી ધરતીના વાતાવરણથી 30 કિલોમીટર ઉંચાઈના અંતરથી આવી રહેલી મિસાઇલને પણ ટાર્ગેટ બનાવીને એને નષ્ટ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પરિક્ષણ પછી રક્ષા સુત્રોએ જણાવ્યું છે કે આ એક મોટી સફળતા છે. આ પહેલાં 11 ફેબ્રુઆરી અને 1 માર્ચ, 2017ના દિવસે બે પરિક્ષણ કરવામાં આવ્યા હતા. આ બહુસ્તરીય બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટ્મનો હવે એક હિસ્સો છે. 


મિસાઇલની ખાસ વાત


  • મિસાઇલની લંબાઈ 7.5 મીટર છે

  • આ સિંગલ સ્ટેજ રોકેટ ગાઇડેડ મિસાઇલ છે

  • નેવિગેશન પ્રણાલિથી સુસજ્જ

  • આ મિસાઇલ ઉચ્ચકક્ષાની કોમ્પ્યૂટર તેમજ ઇલેક્ટ્રો મિકેનિકલ પ્રોજેક્ટથી સજ્જ છે

  • આ ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પોતાનું મોબાઇલ લોન્ચર, સુરક્ષિત ડેટા લિંક, સ્વતંત્ર ટેકિંગ અને રડાર છે