ભાદરવી પૂનમે કેમ અંબાજીમાં ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર? માતાજીને અપાય છે શેનું આમંત્રણ?

ખાસ કરીને અંબાજીના મેળામાં છેલ્લાં છ દિવસમાં 27 લાખ ભક્તોએ કર્યા માતાના દર્શન. હજુ આજના દિવસે પણ લગભગ સાડા ચારથી પાંચ લાખ માઈભક્તો માતાજીના દર્શનનો લહાવો લેશે. આમ છેલ્લાં સાત દિવસમાં અંબાજીમાં 30 લાખથી વધારે માઈભક્તો ઉમટ્યા એમ કહી શકાય.

ભાદરવી પૂનમે કેમ અંબાજીમાં ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર? માતાજીને અપાય છે શેનું આમંત્રણ?
  • અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ
  • છ દિવસમાં 27 લાખ ભક્તોએ કર્યા માતાના દર્શન
  • અંબાજીમાં આવતીકાલથી મંદિર રાબેતા મુજબ ખુલશે
  • મેળાના છેલ્લા દિવસે લાખો માઈભક્તો દર્શન કરવા પહોંચ્યા

ઝી બ્યૂરો, અમદાવાદઃ 12 સપ્ટેમ્બર 2024 થી શરૂ થયેલાં અંબાજીના મેળાનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લાં 6 દિવસથી અંબાજીમાં ચાલી રહ્યો છે ભાદરવી પૂનમનો મેળો. આજે ભાદરવી પૂનમ હોવાથી સૌથી વધારે માઈભક્તોની ભીડ આજે ઉમટી રહી છે. રોજ લગભગ 3 થી 4 લાખ માઈભક્તો લઈ રહ્યાં છે અંબાજીના મેળાની મુલાકાત. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. દર વર્ષો ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. 

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા અંબાજી
  • DGP અને રેન્જ IGએ કર્યું હર્ષ સંઘવીનું સ્વાગત
  • હર્ષ સંઘવીએ સેવા કેમ્પ, પોલીસ કંટ્રોલ પોઈન્ટની લીધી મુલાકાત
  • હર્ષ સંઘવીએ દીપ પ્રાગટ્ય કરી ધજાની આરતી કરી
  • પોલીસ વિભાગની ધજા સાથે સંઘવી પગપાળા અંબાજી મંદિર પહોંચ્યા

ખાસ કરીને અંબાજીના મેળામાં છેલ્લાં છ દિવસમાં 27 લાખ ભક્તોએ કર્યા માતાના દર્શન. હજુ આજના દિવસે પણ લગભગ સાડા ચારથી પાંચ લાખ માઈભક્તો માતાજીના દર્શનનો લહાવો લેશે. આમ છેલ્લાં સાત દિવસમાં અંબાજીમાં 30 લાખથી વધારે માઈભક્તો ઉમટ્યા એમ કહી શકાય. દર વર્ષે ભાદવી પૂનમના મેળામાં અંબાજી આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારે થઈ રહ્યો છે. 

ત્યારે સામાન્ય દિવસોમાં અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓના મનમાં પણ એક પ્રશ્ન હોય કે હવે મંદિર ક્યારે ખુલશે. પૂનમના મેળા બાદ મંદિરના ટાઈમિંગમાં કોઈ ફેરફાર કરાયો છે ખરાં? આ તમામ સવાલોના જવાબો તમને અહીં મળી જશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અંબાજીમાં આવતીકાલથી મંદિર રાબેતા મુજબ ખુલશે. મેળાના છેલ્લા દિવસે લાખો માઈભક્તો દર્શન કરવા પહોંચ્યા હોવાથી પગ મૂકવાની પણ જગ્યા નથી મળી રહી. આવી સ્થિતિમાં પણ લોકો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરિસરને લાખો માઈભક્તો ગુંજવી રહ્યાં છે. એવું કહેવાય છેકે, ભાદરવી પૂનમના મેળામાં આવી ભક્તો નવરાત્રિમાં માતાને ઘરે પધારવા માટે આમંત્રણ આપવા પહોંચે છે. મેળાની સાથે અંબાજી પંથકની શૈક્ષણિક સંસ્થાઓમાં મિનિ વેકેશન પૂર્ણ થશે.

ગુજરાતમાં શ્રાવણ માસ પૂર્ણ થતાં જ આદ્યશક્તિ મા અંબાની આરાધનાનું પર્વ શરૂ થઈ જાય છે. ઉત્તર ગુજરાતની અરવલ્લી પહાડીઓમાં આવેલ શક્તિપીઠ અંબાજી ન માત્ર ગુજરાત જ, દેશ અને દુનિયાના માઈ-ભક્તોમાં પણ અનેરું સ્થાન ધરાવે છે અને એમાં પણ ભાદરવી પૂનમ શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ હોય છે. 

ભાદરવી પૂનમે અંબાજીનાં દર્શનનું શું છે મહત્ત્વ?
અંબાજીનું નામ આવે એટલે ભાદરવી પૂનમ અને પગપાળા સંઘ આપોઆપ તેની સાથે જોડાઈ જાય. ભાદરવી પૂનમ શક્તિપીઠની સ્થાપનાનું પર્વ હોઈ આ દિવસનું માઈભક્તોમાં સૌથી વધુ મહત્ત્વ છે. પગપાળા યાત્રા કરી, પ્રદેશ અને દેશના લાખો શ્રદ્ધાળુઓ આ દિવસે અંબાજી પહોંચે છે અને પોતાની ધજા ચઢાવે છે. આ પગપાળા સંઘોની શરૂઆત ક્યારથી થઈ એ અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ ૧૭૦ વર્ષ પુરાણો છે. ઉ.ગુ.માં પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસીંગજીને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસીંગ રાયકાજી નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માંગી ત્યારે તેમને ખબર પડી કે, તેમની કૂળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યાર બાદ ભીમસિંગ બાપુને ત્યાં પુત્ર જન્મ્યો.

આમ તેમને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું. ભુવાજી અને ૫૧ બ્રાહ્મણો ૧૮૪૧ની ભાદરવા સુદ ૧૦ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા. આમ પ્રથમવાર ભીમસીંગ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણો તેમજ આગામી ૫ વર્ષ સુધી પગપાળા અંબાજી જવાની માનતા લઈ પગપાળા સંઘની સ્થાપના કરી. ૧૮૪૧માં થયેલી આ પરંપરાને આજે પોણા બસ્સો વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. આજે નાના-મોટા ૧૬૦૦ જેટલા સંઘો દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news