મુંબઇ : આ અઠવાડીયે ઇંડિગોના વધારે એક એ320 વિમાનનું પ્રેંડ એન્ડ વ્હિટની એન્જીન હવામાં બંધ થઇ ગયું. ગુરૂવારે એક સુત્રએ આ અંગે માહિતી આપી હતી. સુત્રએ જણાવ્યું કે, પોર્ટ બ્લેયરથી કોલકાતા માટે ઉડતું વિમાન પોર્ટ બ્લેયર પરત ફરી ગયું હતું અને તેને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના 23 ડિસેમ્બરની છે. ઉલ્લેખનીય છે કે તે એરલાઇન ઘણા લાંબા સમયથી પ્રેંટ એન્ડ વ્હિટની એન્જીનની સમસ્યાઓ સામે લડી રહ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, વિમાનન નિયામક- ડીજીસીએ દ્વારા આ વર્ષે માર્ચ મહિનામાં એક ખાસ સીરીઝની પ્રેંટ એન્ડ વ્હિટની એન્જીનવાળા 11 એ-320 નિયો વિમાનોની ઉડ્યન પર તુરંત જ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નિર્ણય ઉડ્યન દરમિયાન કેટલાક એન્જિન ફેલ થવાની ઘટનાઓ સામે આવ્યા બાદ લેવામાં આવ્યો હતો. આ 11 વિમાનોમાંથી 8નું સંચાલન ઇંડિગો અને ત્રણનું સંચાલન ગો એર કરે છે. 


વિમાન નિયામકે આ નિર્ણય ઇંદોગીનાં એ-320 નિયો વિમાનનું હવામાં જ એન્જિન ફેલ થઇ જવાની ઘટનાના કલાકો પહેલા જ લેવાયો હતો. આ વિમાનને એન્જિન ફેલ થવાનાં કારણે અમદવાદ હવાઇ મથક પર ઇમરજન્સી પરિસ્થિતીમાં ઉતારવું પડ્યું હતું. 

વિમાન સંચાલનમાં સુરક્ષાનો હવાલો ટાંકતા ડીજીસીએએ કહ્યું હતું કે, ESN-450થી વધારે ક્ષમતાવાળા પ્રેંટ એન્ડ વ્હિટની 1100 એન્જિન યુક્ત એ 320 નિયો વિમાનોની ઉડ્યન પર તુરંત જ પ્રભાવથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. નાગરિક ઉડ્યન મહાનિર્દેશાલય (DGCA)એ એક જાહેરાતમાં કહ્યું હતું, ઇંડિગો અને ગો એર બંન્નેને કહેવામાં આવ્યું છે કે તેઓ એન્જિનને નહી લગાવે. આ એન્જી તેમની પાસે સ્ટોકમાં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે.