નવી દિલ્હી: ભારતની ઓળક કહેવાતા યોગને આજે 21 જૂનના રોજ આખી દુનિયા પ્રણામ કરી રહી છે. ફક્ત ભારત જ નહીં પંરતુ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દુનિયાના અનેક દેશોમાં યોગના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં છે. દિલ્હીથી લઈને લદ્દાખ સુધી લોકો યોગ કરતા જોવા મળી રહ્યાં છે. યોગ દિવસ પર આઈટીબીપી (ભારત-તિબ્બત સીમા પોલીસ)ના જવાનોએ ગાત્રો થીજવી નાખતી ઠંડીમાં યોગ કરીને લોકોને સંદેશ આપ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈટીબીપીના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે 18000 ફૂટની ઊંચાઈ પર લદ્દાખમાં કડકડાતી ઠંડીમાં યોગ  કર્યાં. આમ કરીને સેનાના જવાનોએ તમામ લોકોને સંદેશો આપવાની કોશિશ કરી છે કે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પરંતુ યોગ કરી શકાય છે અને શરીરને સ્વસ્થ રાખી શકાય છે. યોગ કરતી વખતે આઈટીબીપીના જવાનોની ચારેબાજુ બરફની મોટી ચાદર સ્પષ્ટપણે જોઈ શકાય છે. બરફની ચાદરને જોતા અંદાજો લગાવી શકાય છે કે લદ્દાખ જેવા વિસ્તારમાં કેટલી ઠંડી હશે.



સબમરીનની અંદર નેવીના જવાનોએ કર્યો યોગ
નેવીના સૈનિકોએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોગાભ્યાસ કર્યો. આઈએનએસ વિક્રાંત પર હાજર નૌસૈનિકોએ યોગ અભ્યાસ કર્યો. આ સાથે જ ભારતીય નેવીના સૈનિકોએ સમુદ્રથી હજારો ફૂટની ઊંડાઈમાં સબમરીન આઈએનએસ જ્યોતિમાં યોગાભ્યાસ કર્યો.