ઈન્દોર: ઇન્દોર એસટીએપને એક લુટેરી દુલ્હનની ધરપકડ કરી છે. જે મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં અત્યાર સુધી ડઝનથી વધારે લગ્ન કરી ત્યાંથી કરોડો રૂપિયાના દાગીના અને કેશ લઇને ફરાર થઇ ગઇ હતી. પોલીસે આ ટોળકીમાં 4 પુરૂષ અને 2 મહિલાઓની ધરપકડ કરી છે, જ્યારે આ ટોળકીનું સંચાલન કરી રહ્યાં હતા. ઇન્દોરથી આ ટોળકી જૈન મેરેજ બ્યૂરોના નામથી છેલ્લા અઢી વર્ષથી ચલાવી રહ્યાં હતા. તેમનો ટાર્ગેટ મોટાભાગે જૈન સમાજ અને મીણા સમાજ હતો. ઇન્દોર સિટીએ ગુજરાત અને રાજસ્થાન પોલીસને પણ જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોંગ્રેસનો કટાક્ષ: સાવરકરને જ ભારત રત્ન કેમ આપવા ઇચ્છે છે ભાજપ? ગોડસેને કેમ નહીં?


પોલીસ અત્યારે આ લુટેરી દુલ્હનની ટોળકીથી પૂછપરછ કરી રહી છે. કે તેમની ગેંગન કઇ કઇ જગ્યાએ અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. જણાવી દઇએ કે આ ટોળકીમાં બે મહિલાઓ અને 4 પુરૂષો સામેલ છે. મળતી જાણકારી અનુસાર ગુજરાત પોલીસના પ્રકરણના અનુસાર આરોપી અનિલ વાટકીયને પોલીસ કસ્ટડીમાં લઇને કડક પૂછપરછ કરી તો તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, રીતુ રાઠોર નામની મહિલા જે 3 બાળકોની મહિલા છે તેનું નામ બદલીને પૂજા રાખવામાં આવ્યું છે અને તેના લગ્ન અમદાવાદમાં કાર્યવાહી હતી. અહીંથી 3 દિવસ બાદ જ મહિલા દાગીના કેશ લઇને ફરાર થઇ ગયું હતું.


આ પણ વાંચો:- રાજીવ ધવન સામે FIR નોંધાવશે નહીં વેદાંતી, SCમાં સુનાવણી દરમિયાન ફાડ્યો હતો નક્શો


ત્યારબાદ જ્યારે આ ટોળકીની તપાસ કરી તો પોલીસને ઇન્દોરના રહેવાસી અનિલ જૈન અને વિશાલ સોની વિશે જાણકારી મળી હતી. જેઓ છેલ્લા અઢી વર્ષથી આ ગોરખધંધાનું સંચાલન કરી રહ્યાં હતા. આ ટોળકીમાં બે મહિલાઓ પણ સામેલ છે. જેઓ આ રીતે પહેલા લગ્ન કરતી હતી અને થોડા દિવસો બાદ તેઓ બનાવટી સાસરિયાઓ પાસેથી દાગીના લઇને ફરાર થઇ જતી હતી. ત્યારબાદ આ સમગ્ર મુદ્દામાલ આખી ટોળકીમાં વહેંચવામાં આવતો હતો. જો કે, પોલીસનું કહેવું છે કે, ભૂતકાળમાં વધુ મહિલાઓ અને સભ્યો સામેલ હતા. જેના વિશે માહિતી મેળવવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- 18 નવેમ્બરથી 24 સપ્ટેમ્બર વચ્ચે બોલાવવામાં આવી શકે છે સંસદનું શિયાળુ સત્ર


ઇન્દોરની આસપાસના જિલ્લા જેવાકે ખરગોન, ખંડવા, રાજગઢ જેવી જગ્યાઓ પ પણ આ ટોળકીએ બનાવટી લગ્ન કરાવી લોકોને લૂટ્યાં છે. ઇન્દોરમાં પહેલા પણ આ પ્રકારનો મામલો સામે આવ્યો હતો. જેના તાર આ ટોળકી સાથે જોડાયેલા છે. તેમાં મુંબઇના એક હીરાના વેપારી સાથે પણ લગ્ન કરી તેને લુંટ્યો હતો. જે ઘણી વખત ન્યાય માટે ઇન્દોર પણ આવ્યો હતો. જો કે, પોલીસે રાજસ્થાન અને ગુજરાત પોલીસને જાણ કરી દીધી છે. ત્યારબાદ આ ટીમ ઇન્દોર પહોંચી આ મહિલાઓને સાથે લઇ જશે અને કઇ કઇ જગ્યાઓ પર જઇ ટોળકીએ લોકોને લુંટ્યા હતા. તેની તપાસ કર્યા બાદ મોટો ઘટસ્ફોટ થઇ શકે છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...