નવી દિલ્હી: ઇંદ્વાણી મુખર્જી (Indrani Mukherjee) એ દાવો કર્યો કે તેમણે કોંગ્રેસ (Congress) નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમ (P Chidambaram) અને તેમના પુત્ર કાર્તિ ચિદંબરમ (Karti Chidambaram)એ વિદેશોમાં 50 લાખ ડોલર આપ્યા હતા. વિદેશોમાં સિંગાપુર, મોરિશસ, બરમૂદા, ઇગ્લેંડ અને સ્વિત્ઝરલેંડ સામેલ છે. સીબીઆઇએ આઇએનએક્સ મીડિયા મામલે શુક્રવારે વિશેષ કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું હતું. સીબીઆઇએ પણ કહ્યું કે તેણે આ સંબંધમાં વિદેશોમાં ન્યાયિક સહયોગ માટે પત્ર લખ્યો છે, જેની રાહ જોવાઇ રહી છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમલેશ તિવારીની માતાએ કહ્યું- '2 વર્ષથી મળી રહી હતી ધમકીઓ, પરંતુ તંત્રએ સાંભળ્યું જ નહી'


તપાસ એજન્સીએ ચાર કંપનીઓ અને આઠ લોકો વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કર્યું છે. તેમાં 120બી (અપરાધનું કાવતરું), 420 (છેતરપિંડી), 468, 471 (ખોટા દસ્તાવેજો સાચા બતાવી સહીઓ કરવી) વગેરે કલમ લગાવી છે. 

CM દેવેંદ્વ ફડણવીસને જાનથી મારી નાખવાની ધમકી, નાંદેડના ગામમાંથી મોકલવામાં આવ્યો પત્ર


ઇંદ્વાણી મુખર્જી આ મામલે સરકારી સાક્ષી બની ચૂક્યા છે. તે હાલમાં પોતાની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં મુંબઇ જેલમાં છે. ઇંદ્વાણીએ સીબીઆઇને આપેલા નિવેદનમાં કહ્યું છે કે તે લાંચની રકમ પર ચર્ચા માટે માર્ચ-એપ્રિલ 2007માં પી. ચિદંબરમને મળી હતી. 


સીબીઆઇએ આઇએનએકસ મીડિયા પ્રા.લિ ને મળેલા 403.07 કરોડ રૂપિયા વિદેશ રોકાણની તપાસ માટે મે 2007માં કેસ દાખલ કર્યો હતો.