કમલેશ તિવારીની માતાએ કહ્યું- '2 વર્ષથી મળી રહી હતી ધમકીઓ, પરંતુ તંત્રએ સાંભળ્યું જ નહી'

હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડની તપાસ માટે ડીજીપી ઓપી સિંહે એસઆઇટીની રચના કરી છે. આઇજી લખનઉ એસકે ભગતના નેતૃત્વમાં રચવામાં આવેલી એસઆઇટીમાં એએએસપી ક્રાઇમ લખનઉ દિનેશ પુરી તથા એસટીએફના ડેપ્યુટી એસપી પીકે મિશ્રાને સામેલ કરવામાં આવ્યા છે. 

Updated By: Oct 19, 2019, 09:46 AM IST
કમલેશ તિવારીની માતાએ કહ્યું- '2 વર્ષથી મળી રહી હતી ધમકીઓ, પરંતુ તંત્રએ સાંભળ્યું જ નહી'

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનઉમાં કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની માતાએ ભાજપ સરકાર (BJP Government) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપ સરકાર પર આરોપ લગાવતાં સવાલ કર્યો છે કે ભાજપ સરકાર વીણી વીણીને હિંદુવાદી નેતાઓની હત્યા કેમ કરાવે છે? તેમણે કહ્યું કે અમને લોકોને ગત બે વર્ષથી જાનથી મારી ધમકી મળી રહી હતી. ઘણીવાર આ ધમકીઓ વિશે અમે તંત્રને માહિતગાર કર્યા, પરંતુ કોઇએ અમારું સાંભળ્યું નહી. 

સીતાપુર: કમલેશ તિવારીના પરિજનોએ કહ્યું- 'જ્યારે યોગી આવશે ત્યારે થશે અંતિમ સંસ્કાર'

મૃતક હિંદુવાદી નેતા કમલેશ તિવારીની માતાએ કહ્યું કે અમે સતત સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ તંત્રએ સુરક્ષા વધારવાના બદલે સુરક્ષા ઘટાડી દીધી. તેમણે મારા પુત્ર કમલેશની હત્યા માટે તંત્ર અને સરકાર બંને જવાબદાર છે. તેમણે કહ્યું કે જો સુરક્ષા હોત આ ન થયું હોત. 
योगी राज में हिंदूवादी नेता की हत्या! आखिर क्यों चुप हैं बुद्धिजीवी?

તો બીજી તરફ પોલીસ કમલેશ તિવારી (Kamlesh Tiwari ) ની ડેડબોડીને લઇને લખનઉ (Lucknow) પોલીસ મોટી સંખ્યામાં સુરક્ષાબળો સાથે તેમના પૈતૃક આવાસ સીતાપુર (Sitapur)ના મહમૂદાબાદ લઇને પહોંચી છે. સીતાપુર પોલીસ ઓફિસર એલઆર કુમારે પણ પીએસી અને પોલીસના જવાનોને મોટી સંખ્યામાં ગોઠવી દીધા હતા. મહમૂદાબાદમાં ઠેર-ઠેર પોલીસના જવાનો તથા પીએસીના જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ કમલેશ તિવારીના પરિજનોએ અંતિમ સંસ્કાર કરવાની મનાઇ કરી દીધી છે. કમલેશ તિવારીની પત્નીએ કહ્યું કે જો આમ ન થયું તો હું આત્મદાહ કરી લઇશ. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનથ જ્યાં સુધી આવશે નહી ત્યાં સુધી મૃતક હિંદુ નેતા કમલેશ તિવારીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહી. 