ભારતના દુશ્મન દેશો આજની ઘડી બરાબર યાદ રાખશે, આજે રાફેલ બનશે વાયુસેનાની તાકાત
- 5 રાફેલ લડાકૂ વિમાનોનો પહેલો જથ્થો 29 જુલાઈએ ભારત પહોંચ્યો હતો.
- 36 વિમાનોમાંથી 30 વિમાનો લડાકૂ ક્ષમતાવાળા છે, જ્યારે કે, 6 વિમાનો બે સીટવાળા ટ્રેનિંગ વિમાન
ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય વાયુસેનાની તાકાતમાં આજે વધારો થશે. કારણ કે, લડાકુ વિમાન રાફેલ (Rafale jets) આજે ભારતીય વાયુસેના (ndian Air Force) માં સામેલ થવાનું છે. જેનાથી નાપાક પાકિસ્તાન અને અવડચંડાઈ કરતા ચીનની ઊંઘ ઉડી જશે. આ માટે અંબાલા એરબેઝ પર આયોજિત ઔપચારિક સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે ફ્રાંસના રક્ષા મંત્રી ફ્લોરેંસ પાર્લે અને ભારતના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ પણ સામેલ થશે. સમારોહમાં ભાગ લેવા માટે ફ્રાન્સના મહિલા રક્ષામંત્રી આજે સવારે ભારત પહોંચશે અને બપોર બાદ ફરી ફ્રાન્સ રવાના થશે. સમારોહ બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થશે, જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષા સહયોગને મજબૂત કરવાનો છે.
5 રાફેલ લડાકૂ વિમાનોનો પહેલો જથ્થો 29 જુલાઈએ ભારત પહોંચ્યો હતો. 2016માં ભારત તરફથી 59 હજાર કરોડ રૂપિયામાં 36 વિમાનોની ખરીદીના સરકારી કરાર કર્યાના ચાર વર્ષ બાદ પહેલો જથ્થો ભારત પહોંચ્યો હતો. આ 36 વિમાનોમાંથી 30 વિમાનો લડાકૂ ક્ષમતાવાળા છે, જ્યારે કે, 6 વિમાનો બે સીટવાળા ટ્રેનિંગ વિમાન છે. જો કે જરૂર પડે તો આ ટ્રેનિંગ વિમાનને પણ યુદ્ધના મેદાનમાં ઉતારી શકાય તેવી ક્ષમતા છે.
આજે રફાલ 17 એ સ્ક્વોડ્રન ગોલ્ડન એરોનો ભાગ બનશે. ભારતીય પારંપરિક રૂપથી આયોજિત સર્વ ધર્મ પૂજા સાથે કરવામાં આવશે. રાફેલના રાજતિલકની તૈયારી એટલા માટે ખાસ છે કે, તેના ઈન્ડક્શન સેરેમનીમાં ચીફ ગેસ્ટ તરીકે ખુદ ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્ટ પાર્લે અને ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજર રહેશે. આ ઐતિહાસિક ક્ષણે સીડીએસ જનરલ બિપીન રાવત અને વાયુ સેનાના પ્રમુખ આરકે એસ ભદૌરિયા પણ હાજર રહેશે.
સમારોહ માટે અંબાલા એરફોર્સ સ્ટેશન ઉપરાંત કેન્ટ વિસ્તારની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૈન્ય ટીમના ધાડા ઉતારી દેવાયા છે. સેનાની હથિયારબંદ ટુકડીઓ માર્કેટ અને મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરી રહી છે. તેમજ સેના વિસ્તારમાં જનારા વાહનોની પણ ચુસ્તપણે ચેકિંગ કરવામાં આવી રહી છે.
રાફેલની તાકાતને કારણે ભારતના દુશ્મન હોશપસ્ત થઈ જશે. રાફેલ 4.5 જરેશનનુ લડાકુ વિમાન છે. ભારત અને ફ્રાન્સની વચ્ચે થયેલા કરાર અનુસાર, 2022 સુધી ભારતને 36 રાફેલ જેટ મળી જશે. પહેલા 18 રાફેલ જેટ અંબાલા અરબેઝમાં રાખવામાં આવશે. જ્યારે કે બાકી 18 વિમાન પૂર્વોત્તરના હાશીમારામાં તૈનાત કરવાનું પ્લાનિંગ છે.