Vegetarian Thali: શાકાહારી ભોજન ખાવાનું પસંદ કરનારા લોકોને મોંઘવારી માર સહન કરવી પડી રહી છે. મે મહિનામાં શાકાહારી થાળી (Veg Thali) ની સરેરાશ ખર્ચ 9 ટકા વધી ગઇ છે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ડુંગળી ટામેટા અને બટાકાની કિંમતોમાં તેજીને કારણ જણાવવામાં આવ્યું છે. ક્રિસિલ માર્કેટ ઇંટેલિજેન્સ એન્ડ એનાલિસિસની માસિક 'રોટી ભાત દર' રિપોર્ટમાં શાકાહારી થાળી મોંઘી થવાની વાત કહી. જોકે બ્રોયલર મુરધીની કિંમતમાં ઘટાડાથી માંસાહારી ભોજનના ખર્ચમાં ઘટાડો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેજ થાળીમાં આ છે સામેલ
રિપોર્ટ અનુસાર શાકાહારી ભોજનની કિંમત મે મહિનામાં વધીને 27.8 રૂપિયા પ્રતિ થાળી થઇ ગઇ, જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં રૂ. 25.5 હતો. જ્યારે એક મહિના પહેલા એપ્રિલમાં શાકાહારી થાળીની કિંમત 27.4 રૂપિયા હતી. આ થાળીમાં મુખ્યત્વે રોટલી, શાકભાજી (ડુંગળી, ટામેટા અને બટેટા), ચોખા, દાળ, દહીં અને સલાડનો સમાવેશ થાય છે.


Top 5 Share: ઉતાર-ચઢાવ વચ્ચે બજારમાં 1 વર્ષ માટે BUY કરો 5 ક્વોલિટી શેર, 40% સુધી મળશે રિટર્ન
Stocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસ


માંસાહારી થાળીની કિંમત ઘટી
તેનાથી ઉલટું મે મહિનામાં માંસાહારી થાળીની કિંમત ઘટીને રૂ. 55.9 થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તે રૂ. 59.9 હતી. આ એપ્રિલ 2024માં પ્લેટ દીઠ 56.3 રૂપિયાની કિંમત કરતાં ઓછી છે. માંસાહારી થાળીમાં અન્ય તમામ સામગ્રી સમાન હોય છે, પરંતુ દાળને બદલે ચિકન મીટ હોય છે.


Airtel 395 vs Jio 395 Plan: કિંમત એકસરખી, છતાં પણ ફાયદામાં ફરક, શું મળશે ફાયદા
Stocks to Buy: આ 5 શેર કરાવશે ધુઆંધાર કમાણી, ખરીદીને ભૂલી જાવ; 1 વર્ષમાં સાબિત થશે નોટો છાપવાનું મશીન


રિપોર્ટમાં થયો ખુલાસો
રિપોર્ટ અનુસાર શાકાહારી થાળીની કિંમતમાં કુલ વધારાનું કારણ ટામેટાના ભાવમાં 39 ટકા, બટકાના ભાવમાં 41 ટકા અને ડુંગળીના ભાવમાં 43 ટકાનો વધારો થયો છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર 'રવિ પાકના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઘટાડાના કારણે ડુંગળી આવક ઘટી તથા પશ્વિમ બંગાળમાં પાક ખરાબ થતાં બટાકાની આવક ઘટતાં આ શાકભાજીઓના ભાવમાં વધારો થયો. આ ઉપરાંત ચોખા અને દાળના ભાવમાં પણ ક્રમશ: 13 ટકા અને 21 ટકાનો વધારો થયો છે. જોકે જીરું, મરચું અને વનસ્પતિ તેલના ભાવમાં 37 ટકા, 25 ટકા અને આઠા ટકાનો વધારો થતાં શાકાહારી થાળીના ખર્ચમાં વધુ વધારો જોવા મળ્યો નથી. 


Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી, સોનું ફરી ₹73,000 પાર