નરેશ નવરંગ, નવી દિલ્હી : સપના બધા જુએ છે પણ બધાના સપના પુરા થાય એ જરૂરી નથી. જોકે સમાજમાં એવા કેટલાક લોકો છે જે બીજાના સપના પુરા કરવામાં ખુશી ગોતે છે. છત્તીસગઢની જલેશ યાદવ એવી વ્યક્તિ છે જેનું સપનું ક્રિકેટર બનવાનું હતં જે કમનસીબે પુરું થયું નહોતું. જલેશ પોતે તો ક્રિકેટર ન બની શક્યો પણ ચા વેચતા-વેચતા તેણે અનેક છોકરીઓને નેશનલ લેવલની ક્રિકેટર બનાવી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાતી મહારાજ અને 600 છોકરીઓ...થયો ચોંકાવનારો ખુલાસો


31 વર્ષનો જલેશ યાદવ ચા વેચે છે પણ મેદાન પર આ ચાવાળા જલેશને લોકો કોચ સરના નામથી ઓળખે છે. જલેશ છત્તીસગઢના મુંગેલી શહેરમાં સનરાઇઝ ક્રિકેટ એકેડમી નામનું ટ્રેઇનિંગ સેન્ટર ચલાવે છે. આ સેન્ટરમાં 50થી વધારે ગરીબ ઘરની છોકરીઓ ટ્રેઇનિંગ લે છે. જલેશ આ છોકરીઓને ફ્રીમાં ટ્રેઇનિંગ આપે છે. આ છોકરીઓ પાસે સારા જુતા કે સારી ક્રિકેટ કીટ નથી પણ આમ છતાં તેમનો આત્મવિશ્વાસ બુલંદી પર છે. આ છોકરીઓ એટલી આત્મવિશ્વાસસભર છે કે કેટલીક છોકરીઓ રાષ્ટ્રીય સ્તર પર પણ ક્રિકેટ રમી રહી છે. 


રાષ્ટ્રીય સ્તર પર ક્રિકેટ રમનારી સંગીતા પટેલ તેમજ દુર્ગેશ નંદની સાહુને જલેશે જ ટ્રેઇનિંગ આપી છે. હવે જલેશ પાસેથી ક્રિકેટ શીખી રહેલી આછ છોકરીઓમાંથી જ્યોતિ નટ અંડર-19માં સીએસઇબીની ટીમમાં સિલેક્ટ થઈ ગઈ છે. નાનકડા ગામોમાં રહેતી આ છોકરીઓને ટ્રેઇનિંગ આપીને કોચ જલેશે તેમને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી દીધી છે. જલેશ પોતે ચા વેચે છે અને તેનો પરિવાર એનાથી જ ચાલે છે. જલેશે જમ્મુ-કાશ્મીર, કેરળ, ઝારખંડ તેમજ શ્રીલંકામાં ક્રિકેટ રમીને બેસ્ટ પરફોર્મરનો અવોર્ડ જીત્યા છે અને હવે તે છોકરીઓના સપનાં પુરા કરવામાં મદદ કરી રહ્યો છે.


દેશના સમાચાર જાણવા કરો ક્લિક...