કાશ્મીરમાં ડર ફેલાવવામાં નિષ્ફળ પાકિસ્તાને બનાવ્યો નવો પ્લાન, મળ્યા ચોંકાવનારા ઇનપુટ
જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી અકળાયેલુ પાકિસ્તાન હવે કાશ્મીરમાં આતંકવાદ વધારવા માટે આફગાની, પશ્તો બોલનારા આતંકીઓની ભરતી કરી રહ્યું છે
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી અકળાયેલુ પાકિસ્તાન હવે કાશ્મીરમાં આતંકવાદ વધારવા માટે આફગાની, પશ્તો બોલનારા આતંકીઓની ભરતી કરી રહ્યું છે. ગુપ્ત સૂત્રોના પાસેથી ઝી મીડિયાને મળેલી જાણકારી અનુસાર કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ નોન કાશ્મીરી અને નોન ઉર્દુ ભાષી આતંકીઓની સંખ્યા વધી ગઇ છે. એવું જણાવવામં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની ખેબર પખ્તૂનખ્વામાં પાકિસ્તાની સેના અને પાક ગુપ્ત એજન્સી આઇએસઆઇની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પાક સેના અને આઇએસઆઇએ કાશ્મીરમાં આતંકવાદીઓને આત્મઘાતી હુમલો કરવા કહ્યું છે.
આ પણ વાંચો:- 2 ડર્ઝનથી વધારે લગ્ન કરી ચુકી છે આ લુટેરી દુલ્હન, ગુજરાતમાં પણ લોકોને છેતર્યા
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ છત્તીસગઢના મજૂર અને રાજસ્થાનના ટ્રક ડ્રાઇવર બાદ હવે પંજાબના 2 ફળના વેપારીઓને નિશાન બનાવ્યા છે. બુધવારે શોપિયાંમાં આતંકવાદીઓએ ચરણજીત સિંહ અને સંજૂ કુમાર નામના બે ફળના વેપારીઓને ગોળી મારી હતી. આ મામલે ચરણજીત સિંહનું ઘટના સ્થળે મોત થયું હતું, ત્યારે સંજૂ કુમાર ગંભરી રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ બંને વેપારીઓ છેલ્લા 10 દિવસ પહેલા કાશ્મીરમાં ફળના વેપાર માટે ગયા હતા.
આ પણ વાંચો:- કોંગ્રેસનો કટાક્ષ: સાવરકરને જ ભારત રત્ન કેમ આપવા ઇચ્છે છે ભાજપ? ગોડસેને કેમ નહીં?
એવી પણ જાણકારી મળી રહી છે કે, આ હુમલામાં ઘાયલ સંજૂ કુમાર કાશ્મીરના કિન્નૂ વેપારીનો ભત્રિજો ચે. આ બંને વેપારી કિન્નૂ અને માલ્ટાના સીઝનમાં ગત 15 વર્ષથી કાશ્મીર આવે છે અને બંને વેપારીઓ કાશ્મીમાં કિન્નૂ વેચ્યા બાદ અહીથી સફરજન લઇને પરત જાય છે.
તેમને જણાવી દઇએ કે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં બુધવારના આતંકીઓએ એક મજૂરની હત્યા કરી હતી. મૃતક મજૂર છત્તીરગઢનો રહેવાસી હતી. આતંકીઓએ આ હત્યાને પુલવામાના કાકપોરામાં અંજામ આપ્યો હતો. મૃતક મજૂરનું નામ સેથી કુમાર સાગર જણાવવામાં આવી રહ્યું છે. સેથી કુમાર નહેમામાં ઈટના ભટ્ટેમાં મજૂરી કરતા હતા.
આ પણ વાંચો:- રાજીવ ધવન સામે FIR નોંધાવશે નહીં વેદાંતી, SCમાં સુનાવણી દરમિયાન ફાડ્યો હતો નક્શો
આ પહેલા સોમવાર (14 ઓક્ટોબર)ના શોપિયામાં આતંકીઓએ એક ટ્રક ડ્રાઇવરની હત્યા કરી હતી. આ ટ્રક ડ્રાઇવર રાજસ્થાનના ભરતપૂર જિલ્લાનો રહેવાસી હતો.
આ મામલે 15 ઓક્ટબરના પોલીસે 15 લોકોની કસ્ટડીમાં લીધા હતા. 14 ઓક્ટોબરની રાત્રે 8 વાગ્યે શોપિયા જિલ્લાના શ્રીમલમાં એક ટ્રક ડ્રાઇવરના આતંકીઓને ગોળી મારી દીધી હતી. મૃતક ડ્રાઇવરનું નામ શરીફ ખાન જણાવવામાં આવી રહ્યું છે અને તે રાજસ્થાનના ભરતપૂર જિલ્લાનો રહેવાસી હતો. કાશ્મીરમાં તે સફરજ લોડ કરવા આવ્યો હતો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ હત્યાના અંજામ આપનાર 2 આતંકીઓમાંથી એક પાકિસ્તાની છે.
જુઓ Live TV:-