Toolkit Case: દેશને બદનામ કરવા માટે પાકિસ્તાન અને તુર્કીએ ઘડ્યું ષડયંત્ર, થયો મોટો ખુલાસો
ભારતને (India) બદનામ કરવાનું બીજું મોટું કાવતરું બહાર આવ્યું છે. ખાલિસ્તાન (Khalistan) પર `બબાલ` માટે પાકિસ્તાન અને તુર્કી (Turkey) તરફથી કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તુર્કી અને પાકિસ્તાન એક સાથે મળીને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા માટે કામ કરી રહ્યા છે.
નવી દિલ્હી: ભારતને (India) બદનામ કરવાનું બીજું મોટું કાવતરું બહાર આવ્યું છે. ખાલિસ્તાન (Khalistan) પર 'બબાલ' માટે પાકિસ્તાન અને તુર્કી (Turkey) તરફથી કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તુર્કી અને પાકિસ્તાન એક સાથે મળીને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા માટે કામ કરી રહ્યા છે.
ભારત વિરોધી પત્રકારોનો પણ હાથ
ગ્રીક સિટી ટાઇમ્સના સમાચાર અનુસાર Toolkit Case ની તપાસમાં ખાલિસ્તાની સંગઠન અને પીટર ફ્રેડરિકની આઈએસઆઈ લિંકનો ખુલાસો થયો છે. પાકિસ્તાનનો (Pakistan) આઈએસઆઈ ભારતને બદનામ કરવા તુર્કીમાં (Turkey) રહેતા અલગાવાદી વિચારધારાના કાશ્મીરી પત્રકારોનો ટેકો લઈ રહ્યો છે. આ ઘટસ્ફોટ મુજબ તુર્કીમાં રહેતા કાશ્મીરી પત્રકાર બાબા ઉમરનું નામ પણ સામે આવ્યું છે, જે પીટર ફ્રેડરિકને આપેલા ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનનો પ્રચાર ફેલાવતા નજરે પડે છે.
આ પણ વાંચો:- EXCLUSIVE વાતચીતમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- 'જનતાને મોદીજી પર પૂરેપૂરો ભરોસો'
પ્લાન K-2 ને સફળ બનાવવાનો પ્રયત્ન
રિપોર્ટ અનુસાર પ્લાન K-2 (કાશ્મીર અને ખાલિસ્તાન) ને સફળ બનાવવા માટે આઈએસઆઈએ તુર્કી, પાકિસ્તાનને એક સાથે રાખી ભારત સામે એક મોટા કાવતરામાં સંકડાયેલા છે. તુર્કીથી કાર્યરત Ali Keskin નામની વ્યક્તિ આઈએસઆઈ અને તુર્કી ઇન્ટેલિજન્સ વચ્ચેની મુખ્ય લિંક છે. Ali Keskin દ્વારા જ તુર્કી અને પાકિસ્તાન મળીને ભારત, ગ્રીસ અને ગલ્ફ દેશો વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. ગ્રીસ, અખાત દેશો સહિતના Ali Keskin ના ટ્વીટ પાકિસ્તાન અને તુર્કીમાં વાયરલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube