કોટા: ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો યોગ અભ્યાસ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં 55000થી વધુ લોકો સાથે યોગઅભ્યાસ કર્યો. જ્યારે રાજસ્થાનના કોટામાં અઢી લાખથી વધુ લોકોએ એક સાથે યોગ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.  અહીં યોગ અભ્યાસનું નેતૃત્વ યોગ ગુરુ બાબા રામદેવે કર્યું. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે કોટાના યોગ અભ્યાસનું નામ રેકોર્ડમાં સામેલ કરી લીધુ છે અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થવાનું સર્ટિફિકેટ પણ યોગ ગુરુ રામદેવને આપ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: યોગે દુનિયાને illness થી wellnessનો રસ્તો દેખાડ્યો-PM મોદી


કોટામાં બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ યોગ કર્યો. યોગાભ્યાસ દરમિયાન એક વ્યક્તિએ એક  કલાક અને 3 મિનિટ સુધી શીર્ષાસન કર્યું. છેલ્લો રેકોર્ડ 1 કલાકનો હતો. આ સાથે જ એક વ્યક્તિએ અઢી હજાર પુશપ્સ કર્યાં.


રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રદેશવાસીઓને આહ્વાન કર્યું કે તેઓ જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંતુલન માટે યોગ અપનાવે. રાજેએ પોતાના સંદેશમાં કહ્યું કે યોગ પ્રકૃતિ સાથે જોડાયેલી સુંદરતમ વિદ્યા છે. જેનાથી વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. તેનું એકમાત્ર લક્ષિય છે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન.



તેમણે કહ્યું કે યોગ ભારતની પ્રાચીન પરંપરાનો અમૂલ્ય ઉપહાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યા બાદ સમગ્ર દુનિયાએ યોગના મહત્વને જાણીને અપનાવ્યો છે.