અયોધ્યા: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે કહ્યું કે અયોધ્યા (Ayodhya) માં શ્રીરામ મંદિર (Ram Temple)  નિર્માણ માટે થનારા ભૂમિપૂજન કાર્યક્રમ માટે 175 પ્રતિષ્ઠિત અતિથિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે નિમંત્રણ સૂચિ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ઉપરાંત વરિષ્ઠ વકીલ કે.પરાસરન તથા અન્ય ગણમાન્ય વ્યક્તિઓ સાથે 'ખાનગી રીતે ચર્ચા' કર્યા બાદ તૈયાર કરાઈ છે. 


તેમણે જણાવ્યું કે મુખ્ય સમારોહ માટે આમંત્રિત કરાયેલા 175 પ્રતિષ્ઠિત અતિથિઓમાંથી 135 સંત છે જે વિભિન્ન આધ્યાત્મિક પરંપરાઓ સાથે જોડાયેલા છે અને તે તમામ ઉપસ્થિત રહેશે. આ સિવાય શહેરના કેટલાક ગણમાન્ય વ્યક્તિઓને પણ આમંત્રિત કરાયા છે. 


ચંપત રાયે કહ્યું કે વિહિપના દિવંગત નેતા અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ કાર્યક્રમમાં યજમાન રહેશે. આ સાથે જ નેપાળના સંતોને પણ આમંત્રિત કરાયા છે કારણ કે જનકપુરનો બિહાર, ઉત્તર પ્રદેશ અને અયોધ્યા સાથે પણ સંબંધ છે. 


તેમણે કહ્યું કે રાજ્ય સરકાર એક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે જે મંદિરની ડિઝાઈન પર આધારિત છે. ચંપત રાયના જણાવ્યાં મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસરમાં 'પારિજાત'નો છોડ પણ રોપશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube