નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર તેમના જામીન મંજૂર કર્યા છે. આ મામલે સુનાવણી દરમિયાન સીબીઆઈ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે ટ્રાયલ શરૂ ન થઈ જાય અને મહત્વના સાક્ષીઓના નિવેદનો નોંધાઈ ન જાય ત્યાં સુધી ચિદમ્બરમને આ મામલે જામીન મળવા જોઈએ નહીં. આ બાજુ ચિદમ્બરમ તરફથી તેમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને ભરોસો વ્યક્ત કર્યો કે ચિદમ્બરમ દેશ છોડીને ભાગશે નહીં. હાઈકોર્ટે પણ સ્વીકાર્યું હતું કે ચિદમ્બરમ કોઈ પદ પર નથી આથી  તેઓ પુરાવા સાથે છેડછાડ  કરી શકે નહી અને દેશ છોડીને ભાગી ન શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ચિદમ્બરમને ભલે જામીન મળ્યાં પરંતુ આમ છતાં તેઓ જેલમાં રહેશે.  કારણ કે આ જામીન મળવા છતાં ચિદમ્બરમ હજુ 24 ઓક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં છે આથી તેઓ જેલમાં રહેશે. સુપ્રીમ કોર્ટે તેમને સીબીઆઈ કસ્ટડી મામલે જામીન આપ્યા છે. નોંધનીય છે કે આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડીએ અલગ અલગ કેસ દાખલ કર્યા છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...