INX મીડિયા કેસ: પી. ચિદમ્બરમને પાંચ દિવસના સીબીઆઇ રિમાન્ડ
પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને કોર્ટે રાહત નથી મળી, કોર્ટે ચિદમ્બરમને પાંચ દિવસ માટે રિમાન્ડ પર મોકલી દીધા છે
નવી દિલ્હી : પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરને કોર્ટ તરફથી કોઇ જ રાહત મળી શકી નથી. કોર્ટે ચિદમ્બરમને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. સીબીઆઇ તરફથી રજુ થયેલા સોલિસિટર જનરલ તુષામ મહેતાએ વરિષ્ઠ કોંગ્રેસી નેતાની કસ્ટડમી માંગ કરી. ચિદમ્બરમને સીબીઆિ મુખ્યમથક ખાતે ભારે સુરક્ષા વચ્ચે રાઉજ એવન્યુ કોર્ટ લાવવામાં આવ્યા.
મુંબઈ: MNS નેતા રાજ ઠાકરેની ઈડી કરી રહી છે પૂછપરછ, કલમ 144 લાગુ, અનેક કાર્યકરોની અટકાયત
કોર્ટની સુનવણી દરમિયાન ફરિયાદી પક્ષે કહ્યું કે, તપાસમાં ખુલાસો થયો કે, ઇંદ્રાણી મુખર્જી દ્વારા 50 લાખ ડૉલરની ચુકવણી કરવામાં આવી. ઇંદ્રાણી આ મુદ્દે એક સહ આરોપી છે. જો કે ચિદમ્બરમે સીબીઆઇ દ્વારા આ સવાલ પુછતા ઇન્કાર કરી દીધો હતો.
ગાઝીયાબાદ: સીવરની સફાઇ માટે ઉતરેલા 5 કર્મચારીઓનાં શ્વાસ રુંધાતા મોત
અજય કુમાર ભલ્લા દેશનાં નવા ગૃહ સચિવ, CACની લીલીઝંડી
ફરિયાદી પક્ષે તર્ક આપ્યો કે જ્યારે તેમને દસ્તાવેજ દેખાડવામાં આવ્યા તો ચિદમ્બરમ ચુપ રહ્યા અને ગોળ-ગોળ વાતો કરવા લાગ્યા. તેના કારણે તેમને આગળ વધારે દસ્તાવેજોનો સામનો કરવાની ફરજ પડી. અત્રે ઉલ્લેખનીય છે કે, આઇએનએક્સ મીડિયા અંગેના ભ્રષ્ટાચાર અને નાણાસંશોધન મુદ્દે આરોપી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ(P.Chidambaram) ને સીબીઆઇએ બુધવારે ધરપકડ કરી લીધી. આ અગાઉ પી.ચિદમ્બરને સીબીઆઇની ટીમે તેમના ઘરેથી કસ્ટડીમાં લેવાયા અને ચિદમ્બરમને સીબીઆઇ મુખ્યમથક ખાતે લાવવામાં આવ્યા.
આગામી 72 કલાકમાં વણસી શકે છે ઓરિસ્સાની સ્થિતી, તોફાની વરસાદની આગાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે ગુમ કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમ બુધવારે સાંજે કોંગ્રેસ ઓફીસ પહોંચી ગયા. અહીં તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી. બીજી તરફ સીબીઆઇની ટીમ પણ કોંગ્રેસ ઓફીસ પહોંચી ગઇ.અત્રે ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમની ધરપકડનો હાઇવોલ્ટેજ ડ્રામા મોડી રાત સુધી ચાલ્યો હતો. જેમાં સીબીઆઇ અધિકારીઓની દિવાલ કુદીનેજવાથી માંડીને કોંગ્રેસ કાર્યકર્તાઓનો હોબાળો અને ભારે બંદોબસ્ત વ ચ્ચે ધરપકડનો સમાવેશ થાય છે.