કેન્સર સામે 18 વર્ષ લડ્યા બાદ સુપરકોપ હિમાંશુ રોય છેવટે કેમ હારી ગયા?
2015ના નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડા અનુસાર દર વર્ષે આ પ્રકારની ગંભીર બિમારીને લીધે 22 હજાર લોકો આત્મહત્યા કરે છે.
મુંબઇ : મુંબઇના નરીમન પોઇન્ટ સ્થિત સુપરકોપ હિમાંશુ રોયના ઘરે શુક્રવારે બપોરે અંદાજે દોઢ વાગ્યાના અરસામાં જમવાની તૈયારીઓ થઇ રહી હતી. હિમાંશુ પોતાના બેડરૂમમાં હતા અને પત્ની ભાવનાબેન બીજા રૂમમાં હતા. અચાનક ગોળી છૂટવાના અવાજની સાથે જ હિમાંશુ રોયના શ્વાસ થંભી ગયા અને પરિવારજનોના શ્વાસ ઉંચા થઇ ગયા. એમણે પોતાની સર્વિસ રિવોલ્વરથી જાતે જ પોતાના લમણે ગોળી ચલાવી હતી. પત્ની અને ઘરના સ્ટાફ દ્વારા એમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ તબીબોએ એમને મૃત જાહેર કર્યા હતા. મુંબઇ પોલીસના આ બહાદુર પોલીસ ઓફિસરના આપઘાતથી પોલીસ બેડામાં આઘાત સાથે ઘેરા શોકની લાગણી પ્રસરી, એટલું જ નહીં પરંતુ સૌને ચૌંકાવી દીધા કે આખરે એવું તે શું થયું કે સુપરકોપ કહેવાતા આ બહાદુર અધિકારીએ આત્મહત્યા કરવી પડી?
જેનાંથી ફફડતું હતું અંડરવર્લ્ડ તેનાં વિશે 10 અજાણી વાતો...
હિમાંશુ રોયને નજીકથી જાણકારા લોકોનું કહેવું છે કે તેઓ જેટલા મજબૂત બાંધાના હતા એના કરતાં પણ વધુ દ્રઢ ઇસ્છાશક્તિ ધરાવતા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર પહેલી વખત એમને કેન્સર અંગે વર્ષ 2000માં ખબર પડી હતી. જે કિડનીમાં કેન્સર હતું એ વખતે ઓપરેશન કરી એને કાઢી લેવામાં આવી હતી. ત્યાર બાદ એમને એક પછી એક સફળતાને પગલે અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ મળ્યું.
સુપરકોપ હિમાંશુ રોયનાં સુસાઇડની તપાસ કરાવવા કોંગ્રેસની માંગ
આઇપીએલ સ્પોટ ફિક્સિંગ જેવા મહત્વના કેસ પણ એમણે ઉકેલ્યા. આ દરમિયાન મીડિયા સાથે પણ વારંવાર વાત કરનાર હિમાંશુ રોયની બોડી લેગ્વેજથી એવું ક્યારેય નથી લાગ્યું કે તેઓ કેન્સર સામે લડી રહ્યા છે. બીજી વખતે 2016માં એમણે ફરી એકવાર કેન્સરે ઉથલો માર્યો અને તેઓ મેડિકલ રજા પર ઉતર્યા હતા.
IPL સ્પોટ ફિક્સિંગ મુદ્દે હાઇપ્રોફાઇલ ચહેરાઓને જેલમાં ધકેલ્યા હિમાંશુ રોયે
સ્યૂસાઇડ નોટ
મોત બાદ હિમાંશુ રોયની એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં એમણે લખ્યું છે કે, હું આ બિમારીને લીધે ડિપ્રેશનમાં હતો અને આ પગલું ભર્યું છે. જે માટે કોઇને જવાબદાર માનશો નહીં. આ અંગે પૂણે મેડિકલ ઓનકોલોજિસ્ટ ડો. અનંત ભૂષણ રાનાડેએ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યં છે કે, હું સમજી નથી શકતો કે આ બિમારી સામે 18 વર્ષછી મજબૂતીથી લડનાર હિમાંશુએ આખરે આત્મહત્યા કેમ કરી? ડો. રાનાડે છેલ્લા બે વર્ષથી એમની સારવાર કરી રહ્યા હતા.
હિમાંશુ રોય: હોર્સ રાઇડિંગનાં કારણે આવ્યો અણધાર્યો વળાંક, જે આત્મહત્યા સુધી દોરી ગયો
ડોક્ટર માટે પણ આ ઘટના આઘાતજનક એટલા માટે છે કે, ચાર દિવસ પહેલા જ ડોક્ટરોએ હિમાંશુ રાયને કહ્યું હતું કે, હવે કિમોથેરાપી અને ટારગેટેડ થેરાપીથી કેટલોક સમય આરામ લઇ શકે છે. કારણ કે એમના મેડિકલ રિપોર્ટસમાં સુધાર દેખાઇ રહ્યો છે. ડો. રામાડેએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, સોમવારે મેં એમને કહ્યું હતું કે, એમની પીઇટી સ્કેન રિપોર્ટસ પોઝિટીવ છે. એમને કહેવાયું હતું કે હવે થેરાપી કામ કરી રહી છે અને હવે બિમારીને હરાવવા માટે એમની પાસે તક છે. એમણે રોયને એ પણ કહ્યું હતું કે, આ કારણોસર કેટલાક દિવસ માટે સારવાર પણ બંધ કરીશું. રોય ગત વર્ષે રેડિયોથેરાપી માટે પોર્ટુગલ પણ ગયા હતા. એમની સારવાર પૂણે અને મુંબઇમાં ચાલી રહી હતી.
હિમાંશું રોય આતંકવાદી કસાબને ફાંસીના ફંદા સુધી પહોંચાડ્યો હતો
છેવટે આમ કેમ થયું?
આ અંગે ઉત્તર આપવા પ્રયાસ કરતાં ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડો. મેરી એન મુકાડેએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, કેન્સર પીડિત દર્દીઓની ચિંતાઓ અને ડિપ્રેશન ઓળખવા પણ જરૂરી છે. ખાસ કરીને એવા સમયે કે જ્યારે ડાયગ્નોસિસ થયા બાદ દર્દી લાંબા સમય સુધી જીવે છે અને બિમારી ફરી પરત આવે છે. જો આંકડાઓને મધ્યે નજર રાખીએ તો હિમાંશુ રોયનો કેસ અસામાન્ય નથી. આ પ્રકારની ગંભીર બિમારીને કારણે દરરોજ 62 લોકો આત્મહત્યા કરે છે. 2015ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડા તપાસીએ તો દર વર્ષે આ પ્રકારની ગંભીર બિમારીને કારણે 22 હજાર લોકો આત્મહત્યા કરે છે. એટલે કે ઘરેલું કારણો પછી સૌથી વધુ આત્મહત્યા આવી ગંભીર બિમારીઓને કારણે થાય છે.