નવી દિલ્હી: સીબીઆઇના પૂર્વ વિશેષ નિર્દેશક અને હાલમાં DG નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો (BCAS) રાકેશ અસ્થાનાને સીમા સુરક્ષા બળ (BSF) નવા DG નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસે DG નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)નો પણ વધારાનો ચાર્જ રહેશે. તે હાલમાં DG નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો (BCAS) સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના DG નો ચાર્જ સંભાળી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટીએ 1984 બેચના આઇપીએસ અધિકારીને બીએસએફના નવા ડીજી બનાવવાનો નિર્ણય કર્યો છે. રાકેશ અસ્થાના આગામી વર્ષે 31 જુલાઇના રોજ નિવૃતિ સુધી આ પદ પર રહેશે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીમાં આવ્યા તે પહેલાં રાકેશ અસ્થાના સીબીઆઇમાં એડિશનલ ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા. જ્યાં તત્કાલિન ડાયરેક્ટર આલોક વર્મા સાથે ઘણા મુદ્દાની તપસને લઇને મતભેદ સામે આવ્યા હતા. 

ગુજરાતમાં અમદાવાદના બ્લાસ્ટનો કેસ તેમની કારકિર્દીમાં મહત્વપૂર્ણ છે જેમાં તેમણે તે કેસને માત્ર 22 દિવસમાંજ  ઉકેલી નાખ્યો હતો. આ સિવાય ગુજરાતમાં આસારામ અને નારાયણ સાઈના કેસ વખતે પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. 

આ સિવાય જયારે બિહારના ફોદર સ્કેમની તેમને તપાસ સોંપાઈ તે દરમિયાન તેમણે લાલુ પ્રસાદ યાદવ સામે 1996માં ચાર્જશીટ દાખલ કરેલી, જેના બાદ 1997માંપ્રથમ વાર લાલુ પ્રસાદ યાદવ જેલમાં ગયા હતા. 


આ ઉપરાંત આંધ્રપ્રદેશના 1986 બેચના આઇપીએસ વીએસકે કૌમુદ્દીને ગૃહમંત્રાલયએ આંતરિક સુરક્ષના સ્પેશિયલ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તે અત્યારે બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કામ કરી રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર