નવી દિલ્હી : સીબીઆઇને તેનાં નવા વડા મળી ચુક્યા છે. ઋષીકુમાર શુક્લાને સીબીઆઇનાં નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. કેબિનેટની નિયુક્તિ સમિતીએ તેમનાં નામને મંજુરી આપી દેવામાં આવી છે. ચાર્જ સંભાળ્યા બાદ શુક્લાનો કાર્યકાળ બે વર્ષનો હશે. આલોક વર્મા અને રાકેશ અસ્થાનાના વિવાદ બાદ આ પદ ખાલી હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટનામાં રાલોસપા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ, ઘાયલ થયેલા ઉપેંદ્ર કુશવાહા

ઋષી કુમાર શુક્લા 83ની બેચનાં અધિકારી છે. અગાઉ સીબીઆઇ પ્રમુખની નિયુક્તિઓ મુદ્દે યોજાયેલી બેઠકમાં કોઇ પરિણામ નહોતુ નિકળી શક્યું હતું. ત્યારે માનવામાં આવ્યું હતું કે, સીબીઆઇનાં નિર્દેશક પસંદ થયા બાદ શુક્રવારે વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતીની બેઠકમાં પ્રસ્તાવિત નામોના મુદ્દે સમિતીનાં સભ્યો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનાં વિરોધ છતા કેન્દ્ર ઝડપથી એજન્સીના આગામી પ્રમુખનાં નામની જાહેરાત કરશે. 


પશ્ચિમ બંગાળમાં PM મોદીની રેલીમાં ભાગદોડ જેવી સ્થિતી, અનેક ઘાયલ

અધિકારીઓએ જણાવ્યું કે, સમજવામાં આવે છે કે ત્રણ સભ્યોની પસંદગી સમિતીની બીજી બેઠક દરમિયાન સરકારે જે નામો સામે મુક્યા, ખડગેએ તેમના પર વિરોધ વ્યક્ત કર્યો. ખડગે ત્રણ સભ્યોની સમિતીનો હિસ્સો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઇ પ્રમુખ મુદ્દો ખુબ જ વિવાદિત બન્યો હતો. સીબીઆઇમાં બે અધિકારીઓ વચ્ચેનાં ગજગ્રાહ બાદ સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.