પશ્ચિમ બંગાળમાં PM મોદીની રેલીમાં ભાગદોડ જેવી સ્થિતી, અનેક ઘાયલ
જ્યારે મોદી મટુઆ સમુદાયની રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આયોજન સ્થળની બહાર ઉભા રહીને તેમના સેંકડો સમર્થકોએ રેલી ગ્રાઉન્ડની અંદર આવવાનો પ્રયાસ કર્યો જેમાં ભાગદોડ જેવી સ્થિતી પેદા થઇ ગઇ
Trending Photos
ઠાકુરનગર : વડાપ્રધાન મોદીએ ઉત્તરી 24 પરગણા જિલ્લાના ઠાકુરનગરમાં પોતાની રેલીમાં ભાગદોડ જેવી સ્થિતી ઉત્પન્ન થઇ ગયા બાદ પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવી દીધું. એવી સ્થિતી ઉત્પન્ન થવાના કારણે અનેક લોગો ઘાયલ થઇ ગયા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થઇ ગયા. જ્યારે મોદી મટુઆ સમુદાયની રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આયોજન સ્થળની બહાર ઉભેલા તેમના સેંકડો સમર્થકોએ રેલી ગ્રાઉન્ડની આંતરિક હિસ્સામાં આવવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે ભાગદોડ જેવી સ્થિતી પેદા થઇ ગઇ હતી.
મોદીએ તે લોકોને પોતાની જ જગ્યાએ ઉભા રહેવા અને આગળ આવવાનો પ્રયાસ નહી કરવા માટેનું આહ્વાન કરીને ટોળાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે કે તેમની અપીલ છતા પણ ચાહકો ખાલી પડેલી જગ્યાઓ પર ખુરશીઓ ફેંકવા લાગ્યા હતા. જેથી અંદરના હિસ્સામાં જગ્યા બનાવી શકાય જો કે આ જગ્યા માત્ર મહિલા સમર્થકો માટે રાખવામાં આવી હતી.
આ હોબાળા બાદ મોદીએ અચાનક તેમ કહેતા પોતાનું ભાષણ બંધ કરી દીધું કે તેમને બીજી રેલીમાં જવું પડ્યું. પોલીસ અધિકારીઓનાં અનુસાર ભાગદોડ જેવી સ્થિતી દરમિયાન અનેક મહિલાઓ અને બાળકો બેહોશ થઇ ગયા. તેમણે પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાથી મોદીએ ગત્ત વર્ષની 16 જુલાઇની રેલી યાદ આવે છે જ્યારે પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં મંચ પર પડી ગયા હતા અને અનેક લોકો ઘાયલ થઇ ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે