ઇકબાલ અંસારીનો ઓલીને જવાબ, હનુમાનજીને ગુસ્સો આવ્યો તો નેપાળને શોધી નહીં શકો
નેપાણના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP sharma Oli)એ ભગવાન રામ પર આપેલા વિવાદિત નિવેદન પર બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી (Iqbal Ansari)એ જવાબ આપતા કહ્યું કે, રામના સેવક હનુમાનજીને ગુસ્સો આવ્યો તો નેપાળને શોધી નહીં શકો કે ગયું ક્યાં. ઇકબાલ અંસારીએ અયોધ્યાને ભગવાન રામની જન્મભૂમી ન ગણાવનાર નેપાળના પ્રધાનમંત્રી ઓલીને જવાબ પાત કહ્યું કે, અયોધ્યાનું સન્માન સમગ્ર દુનિયા કરે છે. જે આજથી નહીં પરંતુ પુરાતન સભ્યતાથી ચાલી રહ્યું છે. અયોધ્યા ધર્મની નગરી છે અને અહીં તમામ ધર્મ તેમજ જાતીના દેવી-દેવતા વિરાજમાન છે.
અયોધ્યા: નેપાણના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP sharma Oli)એ ભગવાન રામ પર આપેલા વિવાદિત નિવેદન પર બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી (Iqbal Ansari)એ જવાબ આપતા કહ્યું કે, રામના સેવક હનુમાનજીને ગુસ્સો આવ્યો તો નેપાળને શોધી નહીં શકો કે ગયું ક્યાં. ઇકબાલ અંસારીએ અયોધ્યાને ભગવાન રામની જન્મભૂમી ન ગણાવનાર નેપાળના પ્રધાનમંત્રી ઓલીને જવાબ પાત કહ્યું કે, અયોધ્યાનું સન્માન સમગ્ર દુનિયા કરે છે. જે આજથી નહીં પરંતુ પુરાતન સભ્યતાથી ચાલી રહ્યું છે. અયોધ્યા ધર્મની નગરી છે અને અહીં તમામ ધર્મ તેમજ જાતીના દેવી-દેવતા વિરાજમાન છે.
આ પણ વાંચો:- બુધવારે દિલ્હીમાં સચિન પાયલટની પત્રકાર પરિષદ, રાજસ્થાનના ઘટનાક્રમ પર તોડશે મૌન
તેમણે કહ્યું કે, અયોધ્યાનું જે મહત્વ છે, તે નેપાળના પ્રધાનમંત્રી નથી જાણતા. અયોધ્યામાં ભગવાન રામની સાથે હનુમાનજી પર વિરાજમાન છે. જો હવે હનુમાનજીને ગુસ્સો આવી ગયો તો નેપાળને શોધી નહીં શકો કે તે ક્યાં ગયું.
અંસારીએ કહ્યું કે, પ્રધાનમંત્રી ઓલીને તો તેમના ધર્મની જાણકારી નથી. નેપાળમાં હિંદૂ વિરોધી કાર્ય કરવામાં આવે છે. ત્યારે નેપાળના પ્રધાનમંત્રી અયોધ્યા વિશે જાણતા નથી. ક્યારે તેઓ અયોધ્યા ફર્યા નથી. તેઓ અયોધ્યા આવ્યા હોત તો તેમને જરૂર ખબર હોત કે અહીં દેવતાઓનો નિવાસ કરે છે. ભગવાન રામ તથા અયોધ્યા વિશે ખોટું બોલનારનું પરિણામો ખૂબ જ ખરાબ આવશે.
આ પણ વાંચો:- સિંધિયાનો કોંગ્રેસ પર કટાક્ષ, બોલ્યા- પાર્ટીમાં યોગ્યતાની કોઈ જગ્યા નથી
ઉલ્લેખનીય છે કે, નેપાળના પ્રધાનમંત્રી ઓલીએ તાજેતરમાં ભારત વિરોધમાં જઇ નિવેદન આપી રહ્યાં છે. પ્રધાનમંત્રી ઓલીએ નિવેદન આપ્યું હતું કે, ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યાનું નિર્માણ કર્યું છે. જ્યારે હકિકતમાં અયોધ્યા નેપાળમાં છે. ઓલીએ સવાલ કર્યો કે તે સમયે આધુનિક પરિવહનના સાધન અને સંચાર ન હતા તો રામ જનકપુર સુધી કેવી રીતે આવ્યા. તેમના આ નિવેદન પર ભારતમાં ધર્મગુરૂઓની તીખી પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube