મુંબઈ: શિવસેનાએ મંગળવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ભગવાન રામ કાયદાથી મોટા નથી, કારણ કે તેમણે કહ્યું કે તેમની સરકાર રામ મંદિરના નિર્માણ માટે  કોઈ વટકુકમનો નિર્ણય ન્યાયિક પ્રક્રિયા સમાપ્ત થયા બાદ જ કરશે. શિવસેના ભાજપની સહયોગી પાર્ટી છે અને તેણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માર્ગ મોકળો કરવા માટે વટહુકમ લાવવાની માગણી કરી છે. તેણે દલીલ કરી છે કે આ મામલો દાયકાઓથી કોર્ટમાં ચાલી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રામ મંદિર તત્કાળ (સુનાવણી) મામલો નથી. મોદીએ કઈ પણ અલગ કહ્યું નથી. હું તેમને આ મામલે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા બદલ શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું (વડાપ્રધાન કહે છે) રામ મંદિર માટે કોઈ વટહુકમ લવાશે નહીં. તેનો બંધારણીય અર્થ એ છે કે ભગવાન રામ કાયદાથી મોટા નથી. 


PM મોદીનું રામ મંદિરના નિર્માણ પર નિવેદન એ 1989ના ભાજપના પ્રસ્તાવ મુજબ: RSS


ઉલ્લેખનીય છે કે વિભિન્ન ટેલિવિઝન પર પ્રસારિત થયેલા એક ઈન્ટરવ્યુમાં પીએમ મોદીને અયોધ્યામાં રામ મંદિર માટે વટહુકમ લાવવાની જુદા જુદા હિંદુત્વ સમૂહોની માગણી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના પર પીએમ મોદીએ કહ્યું કે ન્યાયિક પ્રક્રિયા પૂરી થવા દો. ન્યાયિક પ્રક્રિયા પૂરી થતા જ એક સરકાર તરીકે અમારી જે પણ જવાબદારી હશે, અમે તમામ પ્રયત્ન કરવા તૈયાર છીએ. અત્રે જણાવવાનું કે શિવસેનાએ હવે આ મુદ્દે આકરા તેવર અપનાવી લીધા છે. 


શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગત મહિને મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આયોજિત એક રેલીમાં ભાજપના સહયોગી પક્ષોને રામ મંદિર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું. 


રામ મંદિર પર  ભાજપના આશ્વાસનની વિશ્વસનીયતા ખુબ ઓછી-યેચુરી
વડાપ્રધાન મોદી દ્વારા ન્યાયિક પ્રક્રિયા પૂરી થયા બાદ જ અયોધ્યામાં રામ મંદિર પર વટહુકમ લાવવાનો કોઈ નિર્ણય લેવાના સંકેતો વચ્ચે માકપાના મહાસચિવ સીતારામ યેચુરીએ મંગળવારે કહ્યું કે ભાજપ દ્વારા  અપાયેલા આશ્વાસનોની વિશ્વસનિયતા ખુબ ઓછી છે. તેમણે આરોપ લગાવ્યો કે સત્તારૂઢ ભાજપની એકમાત્ર યોજના સાંપ્રદાયિક ધ્રુવીકરણને તેજ કરવાની છે. 


મોદીની ટિપ્પણીઓ પર યેચુરીએ કહ્યું કે અમે 1992માં ભાજપના મુખ્યમંત્રીને બાબરી મસ્જિદની સુરક્ષાના ખોટા આશ્વાસન આપતા સાંભળ્યા હતાં. વિધ્વંસ બાદ તેના પર તેમણે સફળ થવાનો દાવો કર્યો હતો. ભાજપ દ્વારા અપાયેલા આ આશ્વાસનોની વિશ્વસનિયતા ખુબ ઓછી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...