Corona Fourth Wave: છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને સમાન્ય જનતા જ નહીં પરંતુ અધિકારીઓની પણ ચિંતામાં વધારો થયો છે. અગાઉ કેટલાક એક્સપર્ટ અને આઇઆઇટી કાનપુરની સ્ટડીમાં સામે આવ્યું હતું કે, કોરોનાની ચોથી લહેર આવી રહી છે. તો શું આ વધતા કેસ તેના સંકેત છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કેસમાં વધારો થતા ઇન્ડિન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનું પણ નિવેદન સામે આવ્યું છે. ન્યુઝ એજન્સી ANI સાથે વાતચીતમાં ICMR ના એડીજી સમીરન પંડાએ કહ્યું, આ કહેવું ખોટું હશે કે ચોથી લહેર આવી રહી છે. આપણે જિલ્લા સ્તર પર આંકડાની તપાસ કરવી પડશે. કેટલાક જિલ્લામાં કોરોનાના વધતા આંકડાને આખા દેશમાં વધતા આંકડા તરીકે દર્શાવી શકાય નહીં. શું કોઈ નવો કોવિડ વેરિયન્ટ સામે આવી રહ્યો છે? તેના પર સમીરન પંડાએ કહ્યું- દરેક વેરિયન્ટ ચિંતાજનક નથી હોતો, તેથી લોકો વચ્ચે ભય પેદા થવો જોઈએ નહીં.


લોરેન્સ બિશ્નોઈ ગેંગની રડારમાં બોલીવુડના કેટલાક મોટા સ્ટાર, તપાસમાં પ્લાનનો પરદાફાશ


ગુરૂવારના મેક્સ હેલ્થકેરમાં ઇન્ટરનલ મેડિસિનના ડિરેક્ટર ડો. રોમેલ ટિક્કુએ કહ્યું હતું કે, ભારતમાં કોવિડ-19 ની ચોથી લહેરની સંભાવના નથી. તેમણે કહ્યું- ભારતમાં ચોથી લહેરની સંભાવના નથી જ્યાં સુધી કોઈ નવો કોવિડ-19 વેરિયન્ટ સામે આવતો નથી. જે અગાઉના વેરિયન્ટ કરતા અલગ ગુણો ધરાવે છે.


ગુરૂવારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં કોવિડના કેસ વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને પત્ર પણ લખ્યો હતો, જેમાં કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવા જણાવ્યું હતું. તેમણે પત્રમાં પાંચ રાજ્યો- કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલગાણા, તમિલનાડુ અને કેરળને વિનંતી કરી હતી કે તેઓ ટેસ્ટ વધારે અને સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલે.


રાંચીમાં કલમ 144 બાદ હવે ઇન્ટરનેટ સેવા બંધ, પ્રયાગરાજ હિંસામાં AIMIMનો હાથ!


ભારતમાં આજે કેટલા કેસ આવ્યા?
ભારતમાં શુક્રવારના કોરોનાના છેલ્લા 24 કલાકમાં 7584 નવા કેસ સામે આવ્યા છે. ગુરૂવારના 7240 નવા કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત 24 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેના કારણે દેશમાં અત્યાર સુધી આ બિમારીથી મરનારની સંખ્યા 5,24,747 સુધી પહોંચી ગઈ છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 36,267 છે. જે દેશના કુલ પોઝિટિવ કેસના 0.08 ટકા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube