નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus in India) નું સંક્રમણ સતત વધી રહ્યો છે અને અત્યાર સુધી દેશભરમાં 3.2 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. આ વચ્ચે સારા સમાચાર આવ્યા છે કે મહારાષ્ટ્રના કોલ્પાહુરની કંપની આઈસેરા બાયોલોજિકલ (iSera Biological) કોવિડ-19ની નવી દવા (Covid-19 Medicine) નું પરીક્ષણ કરી રહી છે, જેનાથી કોરોના સંક્રમિત દર્દીઓ માત્ર 90 કલાકમાં સાજા થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘોડાની એન્ટીબોડીથી બનાવવામાં આવી દવા
આઈસેરા બાયોલોજિકલ (iSera Biological) ની કોરોનાની દવા ઘોડાની એન્ટીબોડીથી બનાવવામાં આવી છે, જે કોરોનાના હળવા અને મધ્ય લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવશે. જો આ દવા બધી ટ્રાયલમાં સફળ થાય છે તો આ ભારતની પ્રથમ સ્વદેશી દવા હશે, જેનો ઉપયોગ સંક્રમણની સારવાર માટે કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ monsoon session: ચોમાસુ સત્રમાં માત્ર 21 કલાક ચાલી લોકસભા, 22 ટકા થયું કામ, ઓમ બિરલાએ આપી માહિતી


72થી 90 કલાકમાં સાજા થઈ જશે દર્દી
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર આીસેરા બાયોલોજિકલ કંપનીના અધિકારીઓનો દાવો છે કે દવાના પ્રથમ ફેઝની ટ્રાયલ ચાલી રહી છે અને અત્યાર સુધી જે પરિણામ સામે આવ્યા છે તે સારા છે. શરૂઆતી ટ્રાલયમાં આ દવાનો ઉપયોગ કોરોના સંક્રમિતો દર્દીઓ આરટી-પીસીઆર રિપોર્ટના 72થી 90 કલાકની અંદર નેગેટિવ થઈ રહ્યાં છે. 


સીરમ ઇન્સ્ટિટ્યુટે કરી દવા બનાવવામાં મદદ
રિપોર્ટ અનુસાર કોરોના વાયરસની દબા બનાવનાર આઈસેરા બાયોલોજિકલ કંપની માત્ર ચાર વર્ષ જૂની છે અને તે કોરોના વિરોધી દવા બનાવવામાં પુણેની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા  (Serum Institute of India) એ પણ મદદ કરી છે. દાવો છે કે કંપનીએ એન્ટીબોડીઝનું એક એવું કોકટેલ તૈયાર કર્યું છે, જે કોરોનાના હળવા અને મધ્ય લક્ષણોવાળા દર્દીઓમાં સંક્રમણને ફેલાતું રોકી શકે છે તથા શરીરમાં રહેલા વાયરસને પણ ખતમ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube