નવી દિલ્હી : ચંદ્રયાન 2 મિશન અંતર્ગત ચંદ્ર પર મોકલેલ વિક્રમ વેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના વૈજ્ઞાનિકોને હજુ સુધી સંપર્ક કરવામાં સફળતા મળી નથી. 22 જુલાઇએ લોન્ચ કરાયેલ ચંદ્રયાન 2 મિશન અંતર્ગત 7 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડરને ચંદ્રની ધરતી પર ઉતરાણ કરાવવાનું હતું. પરંતુ છેલ્લી ગણતરીની ઘડીઓ પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર ઉતરાણ કર્યા બાદ પ્રજ્ઞાન રોવર સાથે ત્યાં 14 દિવસ સુધી સંશોધન કાર્ય કરવાનું હતું. જોકે સંપર્ક થઇ શક્યો નથી અને હવે વિક્રમ લેન્ડરની લાઇફ ખતમ થવા જઇ રહી છે. સંપર્ક કરવાનો અંતિમ દિવસ છે. જો ઇસરોના વૈજ્ઞાનિકો આ સમય દરમિયાન સંપર્ક કરવામાં સફળ નહીં થાય તો કદાચ ક્યારેય સંપર્ક નહીં થઇ શકે. આના પાછળનું કારણ એ છે કે એની લાઇફ માત્ર 14 દિવસની જ હતી જે ખતમ થવા આવી છે. 


ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડર અંગે આવ્યાં સારા સમાચાર, ધબ દઈને પછડાયું છતાં તૂટ્યું નથી, બિલકુલ સલામત છે


ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર અંગે ISRO એ કહી મહત્વપૂર્ણ વાત, જાણો


ચંદ્રયાન 2 મિશનના લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર


વિક્રમ લેન્ડરની હાર્ડ લેન્ડિંગ બાદ ઇસરોએ આશા સેવી હતી કે વિક્રમથી ફરી એકવાર સંપર્ક સાધવા માટે 14 દિવસ છે. આ દિવસ દરમિયાન ઇસરોએ થર્મલ ઓપ્ટિકલ તસ્વીરોને આધારે વિક્રમ લેન્ડરની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. જેમાં લેન્ડિંગ સમયે વિક્રમને કોઇ નુકસાન ન પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે સંપર્ક થઇ શક્યો ન હતો. હવે ફરીથી ત્યાં સૂર્યોદય એ માટે વધુ 14 દિવસ રાહ જોવાની રહે પરંતુ એ વખતે વિક્રમની બેટરી ચાર્જ થાય એ શક્યતાઓ ઓછી હોવાનું સામે આવી રહ્યું છે.


જુઓ LIVE TV