અમદાવાદ :  આઇએસએસસીના (ISSC) કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ઇસરોના (ISRO) ચેરમેન કે. સિવન (K.Sivan) અમદાવાદ પહોંચ્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ચંદ્રયાન-2 ઓર્બિટર ખુબ જ સારી રીતે કામ કરી રહ્યા છે. તમામ પેલોડ સંચાલન ચાલુ થઇ ચુક્યું છે, આ ખુબ જ સારી રીતે કામ કરી રહી છે. અમે લેન્ડર સાથે કોઇ સંકેત નથી મળ્યા પરંતુ ઓર્બિટર ખુબ જ સારી રીતે કામ કરી રહ્યા છે. એક રાષ્ટ્રીય સ્તરની સમીતિ હવે વિશ્લેષણ કરી રહી છે કે વાસ્તવમાં લેન્ડરની સાથે શું ખોટું થયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા કેસ: CJIએ નારાજ થઇ કહ્યું, શું આપણે મારા રિટાયર થવા સુધી સુનાવણી કરીશું?
આ કોન્ફરન્સ સિસ્ટમ એન્જીનિયરિંગ અને નેશનલ ડેવલપમેન્ટ વિષય પર આયોજીત થઇ રહ્યું છે. જેમાં ઇસરોનાં ભવિષ્યમાં થનારા મિશન નિશ્ચિત હશે. આ પ્રસંગે ઇસરો ચીફે જણાવ્યું કે, નજીકનાં ભવિષ્યમાં પીએસએલવી (PSLV) થકી કાર્ટો -2 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે. ત્યાર બાદ RSA to BR એકને પણ લોન્ચ કરવામાં આવશે. સાથે જ GS સેટ વન મિશન પણ ચાલુ કરવામાં આવશે.


લો બોલો! પંજાબ પોલીસ અને BSF પાસે ડ્રોન પકડવાનું મશીન જ નથી!!!
PoKમાં 3 દિવસની અંદર ત્રીજી વખત ભૂંકપ, 4.8 તિવ્રતાના આંચકા અનુભવાયા
ઇસરો નાના સેટેલાઇટ લોન્ચ કરવા માટે વ્હીકલ બનાવવામાં આવશે, જે ભારત માટે મહત્વપુર્ણ થશે અને કોસ્ટ ઇફેક્ટિવ રહેશે. ઇશરો દ્વારા સુર્યનો અભ્યાસ કરવા માટેનું મિશન પણ ચાલુ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર ગગન-યાન મિશનથી માનવને અવકાશને મોકલવાનાં લક્ષ્યાંક સાથે ઇસરો ચલાવી રહ્યા છે.


8 વર્ષના દિકરાની બાઇક સવારી પિતાને પડી ભારે! મળ્યો ભારે ભરખમ ઈ-મેમો
ઇસરોની ટીમ તેના માટે કામ કરી રહી છે. ચંદ્રયાન-2નું ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે. લેંડરનું કોઇ જ સિગ્નલ નથી મળ્યું, પરંતુ ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યા છે. ચંદ્ર પર બીજુ યાન મોકલવાનું છે કે નહી ? આ નેશનલ સ્તરની સમિતીમાં નિર્ણય બાદ ડિસાઇસ કરવામાં આવશે.