નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) આજે 22 જુલાઈના રોજ ચંદ્રયાન-2 લોન્ચ કર્યું. તેના સફળ લોન્ચિંગની સાથે જ ભારતે અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચી નાખ્યો. ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનને બાહુબલી રોકેટ કહેવાતા જીએસએલવી માર્ક 3-એમ1 રોકેટની મદદથી બપોરે 2:43 કલાકે લોન્ચ કરાયું. પરંતુ શું તમે જાણો છો કે આ ચંદ્રયાન-2 સાથે વિક્રમ અને પ્રજ્ઞાન પણ ચંદ્ર પર રવાના થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3.8 ટન વજન છે ચંદ્રયાનનું
ભારત તરફથી ચંદ્ર તરફ પ્રયાણ કરનારા ચંદ્રયાન-2નું વજન 3.8 ટન (3850 કિગ્રા) છે. આ ચંદ્રયાન-2 હેઠળ એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર પણ ચંદ્ર પર જશે. જેમના નામ ચંદ્રયાન-2 ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર છે. ચંદ્રયા-2ને ઈસરો આજે લોન્ચ કરી રહ્યું છે. પરંતુ ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ 7 સપ્ટેમ્બર 2019ના રોજ લેન્ડ કરશે. 


ચંદ્રયાન-2 લોન્ચિંગ: મિશનની આ 15 મિનિટ સૌથી કપરો સમય, બધાના શ્વાસ અધ્ધર થઈ જશે


આવું છે કઈંક ચંદ્રયાન-2 ઓર્બિટર
ચંદ્રયાન 2 ઓર્બિટરનું વજન 2379 કિગ્રા છે. તે 3.2*5.8*2.1 મીટર મોટો છે. તેના મિશનની લાઈફ એક વર્ષ છે. સમગ્ર ચંદ્રયાન-2 મિશનમાં આ ઓર્બિટર મહત્વની ભૂમિકા ભજવશે. તેના દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરનારા વિક્રમ લેન્ડર અને ધરતી પર હાજર ઈસરોના વૈજ્ઞાનિકો વચ્ચે સંપર્ક થઈ શકશે. તે ચંદ્રની કક્ષા પર હાજર રહેશે. તે ચંદ્રની સપાટી પર હાજર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન પાસેથી મળેલી જાણકારીઓને ધરતી પર વૈજ્ઞાનિકો પાસે મોકલશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...