નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી જીઓસ્ટેશનરી મિલિટરી કમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-7A જીઓસિન્ક્રોનસ લોન્ચ વ્હિકલ- GSLV-F11ની મદદથી લોન્ચ કરાયો હતો. GSAT-7Aનું વજન 2,250 કિગ્રામ છે. તે ભારતીય વિસ્તારમાં Ku બેન્ડમાં વાયુસેનાની સંદેશાવ્યવહારની ક્ષમતામાં વધારો કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GSAT-7A વર્ષ 2018માં શ્રીહરિકોટા ખાતેથી લોન્ચ થનારો 7મો ઉપગ્રહ છે. ઈસરોના લોન્ચ વ્હિકલ GSLV-F11નું આ 69મું મિશન હતું. GSLV-F11 ઈસરોનું ચોથી પેઢીનું લોન્ચ વ્હિકલ છે, જે ત્રણ તબક્કામાં આગળ વધે છે. 


આધાર પર અધિકાર: તો થશે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 10 વર્ષની સજા


આ લોન્ચથી ઈસરોની સફળતામાં એક નવું છોગું ઉમેરાયું છે. તેની સાથે જ ભારતીય વાયુસેનાની સંદેશાવ્યવહાર ક્ષમતામાં વધારો થઈ ગયો છે. તેની મદદથી હવે ફાઈટર જેટ વિમાન તેમની ઉડાન દરમિયાન પણ એક-બીજા સાથે સંદેશાવ્યવહાર કરી શકશે. ઈસરોના જણાવ્યા અનુસાર આ ઉપગ્રહની મદદથી હવાથી હવામાં અને હવાથી જમીન પરનો સંદેશાવ્યવહાર વધુ સ્પષ્ટ થઈ જશે. ઉપગ્રહમાં રિસિવિંગ અને એમ્પિલફાઈંગ સિગ્નલ્સ જેટ વિમાનમાં સિગ્નલ મેળવીને તેને બીજા જેટ વિમાનમાં અથવા તો ગ્રાઉન્ડ સ્ટેશન સુધી પહોંચાડશે. 


આ સાથે જ તે નિરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતા ડ્રોનના સંચાલનને પણ વધુ સરળ બનાવશે. માનવરહિત ડ્રોનને હવે વધુ સારી રીતે સંચાલિત કરી શકાશે. 


Video: ZEROમાં અનુષ્કા શર્મા કરતા પણ નાનો રોલ હોવા છતા કૈટરીનાએ શા માટે કરી આ ફિલ્મ?


ભારતના વધુ સમાચાર વાંચવા કરો ક્લિક...