ઉત્તર ભારતમાં મોટા જળપ્રલયનો ખતરો, હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર્સ પીગળ્યા, ISROનો ખુલાસો
વિશેષજ્ઞોનું માનીએ તો આજની સ્થિતિમાં નવા-નવા તળાવ ગ્લેશિયરના પીગળવાના કારણે હિમાલય સમુદ્ર બનાવી રહ્યા છે... જેના કારણે ભૂકંપ જેવી સ્થિતિમાં માત્ર હિમાલય જ નહીં પરંતુ હિમાલય સાથે જોડાયેલા અનેક રાજ્યોમાં તેની અસર થશે... અને ભવિષ્યમાં હિમાલયન સુનામી આવશે તો ચારેકોર વિનાશ જ વિનાશ વેરશે.
નવી દિલ્હીઃ હિમાલયના પહાડોને દુનિયાનો ત્રીજો ધ્રુવ કહેવામાં આવે છે.... તેનું કારણ છે ભારે સંખ્યા અને પ્રમાણમાં ગ્લેશિયરની હાજરી.... અને મોટા પ્રમાણમાં બરફનો જથ્થો.... પરંતુ આ વિસ્તાર ગ્લોબલ વોર્મિગના કારણે અતિ પ્રભાવિત થઈ રહ્યો છે... અને તેનો બરફ બહુ ઝડપથી પીગળી રહ્યો છે.... ગ્લેશિયરો સંકોચાઈ રહ્યા છે.... જેના કારણે બરફના તળાવો ખતરનાક બની શકે છે.... અને સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા નદીની મુશ્કલીમાં મોટો વધારો થશે... કોણે કર્યો છે આ ચોંકાવનારો ખુલાસો?.... હિમાલયનું બરફનું તળાવ કેટલું મોટું થઈ ગયું છે?... આ સવાલના જવાબ મેળવીશું આ રિપોર્ટમાં...
આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ... ઈસરોએ સેટેલાઈટ ઈમેજ જાહેર કરીને દાવો કર્યો છે કે હિમાલયના ગ્લેશિયલ ઝડપથી ઓગળી રહ્યા છે.... સાથે જ હિમાલયમાં જે તળાવોની ઓળખ કરવામાં આવી છે તેનો આકાર પણ મોટો થઈ ગયો છે...
ઈસરોએ કહ્યું છે કે 1984થી 2023 સુધી હિમાલયના ભારત ક્ષેત્રમાં નદી ઘાટીઓના કેચમેન્ટ કવર કરનારી સેટેલાઈટ ઈમેજે ગ્લેશિયર તળાવમાં આવેલા પરિવર્તનનો સંકેત આપ્યો છે.... જેમાં જણાવવામાં આવ્યું છે કે...
2431 તળાવમાંથી 676 તળાવનો વિસ્તાર થયો છે....
તેમાં ઓછામાં ઓછા 130 તળાવ ભારતમાં છે....
જેમાંથી 65 સિંધુ નદી બેસીન પર આવેલા છે...
58 તળાવ બ્રહ્મપુત્ર નદી પર તળાવ આવેલા છે...
જ્યારે ગંગા નદી પર 7 તળાવ આવેલા છે....
જેના કારણે આ નદીઓ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે..
આ પણ વાંચોઃ 26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 સીટો પર મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
ઈસરોના રિપોર્ટ પર સરકારે ખૂબ ગંભીરતાથી પગલાં લેવાની જરૂર છે.. કેમ કે... 6 મહિના પહેલાં સિક્કિમમાં લહોનક ગ્લેશિયર તૂટતાં ભયાનક પૂર આવ્યું હતું... જેમાં 180 લોકોના મોત થયા હતા... જ્યારે 5000 કરોડથી વધારેનું નુકસાન થયું હતું... આ પહેલાં 20221માં ઉત્તરાખંડની નીતિ ઘાટી પર ગ્લેશિયર તૂટતાં ભારે તબાહી સર્જાઈ હતી... જેમાં 205 લોકોના મોત થયા હતા.... જ્યારે 2013માં કેદારનાથમાં ચૌરાબાડ ગ્લેશિયર ફાટતાં 6 હજારથી વધારે લોકોના મોત થયા હતા....
ગ્લેશિયર તળાવ ઉપરાંત ભારતમાં આજે હિમાલયના ગ્લેશિયર ઓગળવાનો સિલસિલો યથાવત છે... જેમાં અનેક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ગ્લોબલ વોર્મિગના કારણે હિમાલયના ગ્લેશિયર 0.3 ટકાની સ્પીડથી ઓગળી રહ્યો છે... જો આ સ્થિતિમાં સુધારો નહીં થાય તો 2100 સુધીમાં હિમાલયના 75 ટકા ગ્લેશિયર્સ પીગળીને સૂકાઈ જશે... જેનાથી ભારે તબાહી આવશે....