નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર (ઇસરો) એ શનિવારે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને ચંદ્ર પર ઉતરતા સમયે સંપર્ક તુટવા તા પણ કહ્યુંકે, મિશન 95 ટકા સફળ રહ્યું છે. લેન્ડર સાથે સંપર્ક તુટવા છતા પણ ચંદ્ર વિજ્ઞાનમાં યોગદાન ચાલુ રાખશે. ઇસરોના અધ્યક્ષ સિવને લેન્ડર સાથે સંપર્ક કપાવા અંગે જણાવ્યું કે, વિક્રમ લેન્ડર ચંદ્રમાની સપાટીથી 2.1 કિલોમીટર ઉંચાઇ સુધી સામાન્ય રીતે નીચે ઉતર્યું હતું. જો કે ત્યાર બાદ અચાનક તેનો ધરતી ખાતેના કમાન્ડ સેન્ટર સાથેનો સંપર્ક કપાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) એ મિશન ચંદ્રયાન-2 (Chandrayaan-2) અંગે ટ્વીટ કર્યું છે, જેમાં આ મિશનને ખુબ જ જટીલ ગણાવ્યું છે. ઇસરોએ કહ્યું કે, ઓર્બિટર ચંદ્રમાની કક્ષામાં સ્થાપીત થઇ ચુક્યું છે અને ઓર્બિટર 7 વર્ષ સુધી કામ કરી શકે છે. ઇસરોએ કહ્યું કે, મિશ્ર ચંદ્રયાન-2, 95 ટકા સફળ રહ્યું. ઓર્બિટરનાં કેમેરા દ્વારા ચંદ્રમાની તસ્વીરો મળશે. 8 આધુનિક ઉપકરણો દ્વારા ઓર્બિટર ચંદ્રમા અંગે નવી માહિતી આપશે. ઓર્બિટર ચંદ્રમાના ખનિજ અંગે પણ માહિતી આપશે. 
ઉલ્લેખનીય છે કે, ભારતના ચંદ્રયાન-2 મિશનને શનિવારે સવારે તે સમયે ઝટકો લાગ્યો, જ્યારે લેન્ડર વિક્રમથી ચંદ્રમાની સપાટીથી માત્ર 2 કિલોમીટર પહેલા ઇસરોનો સંપર્ક તુટી ગયો હતો. લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટીને સ્પર્શયાની તુરંત બાદ જમીની સ્ટેશન સાથે તેનો સંપર્ત તુટી ગયા બાદ વડાપ્રધાન મોદીએ શનિવારે વૈજ્ઞાનિકોની મુલાકાત કરી તેમને હિંમત નહી હારવા અને કામ ચાલુ રાખવા જણાવ્યું હતું.