બેંગલુરુઃ ભારતના અત્યંત મહત્વપૂર્ણ ચંદ્રયાન-2 મિશનને છેક ચંદ્રની સપાટીની નજીક પહોંચ્યા પછી નિષ્ફળતા મળી છે. વિક્રમ લેન્ડરે તેનો અત્યંત મહત્વનો 15 મિનિટનો ફેઝ સફળતાપૂર્વક પાર કર્યો હતો. ત્યાર પછી બીજા ફેઝમાં તે જ્યારે ચંદ્રની સપાટીથી 2.1 કિમી દૂર હતું ત્યારે તેનો ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક તુટી ગયો હતો. આ પ્રસંગે વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને આશ્વાસન આપતા કહ્યું કે, ચિંતા ન કરો, દેશને તમારા પર ગર્વ છે. આપણે ફરીથી આગળ વધીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તુટી ગયા પછી ઈસરોના તમામ વૈજ્ઞાનિકોના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ હતી. વિક્રમ લેન્ડરનો મધ્ય રાત્રીએ 1.56 મિનિટે ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક તુટી ગયો હતો. આ સમયે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી 2.1 કિમી દૂર હતું. સંપર્ક તુટી ગયા પછી બધા વૈજ્ઞાનિકો એક-બીજા સાથે ચર્ચા કરવા લાગ્યા હતા કે, બધું જ સારી રીતે અને યોગ્ય દિશામાં ચાલતું હતું ત્યારે અંતિમ ઘડીમાં આ શું થઈ ગયું? ઈસરોના વડા કે. સિવને સમગ્ર મિશન અંગે વૈજ્ઞાનિકો સાથે વાતચીત કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને મળવા માટે નીચે આવ્યા હતા. 


LIVE : અંતિમ ક્ષણે ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશનનો વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તુટી ગયો


તેમણે વૈજ્ઞાનિકો સાથે હાથ મિલાવ્યો. તેમણે જણાવ્યું કે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. હું જોઈ રહ્યો હતો કે સંપર્ક તુટી ગયો હતો અને તમારા બધાના ચહેરા ઢીલા પડી ગયા હતા. તમે દેશની ઘણી મોટી સેવા કરી છે. તમે માનવજાતની ઘણી મોટી સેવા કરી છે. હું સંપૂર્ણપણે તમારી સાથે છું. તમારા પુરુષાર્થને કારણે જ દેશ ફરીથી ખુશીઓ મનાવશે. ઓલ ધ બેસ્ટ, થેંક્યુ.  


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....