લખનઉ : સમાજવાદી પાર્ટી (એસપી)નાં નેતા રામ ગોપાલ યાદવ પુલવાા હુમલા મુદ્દે પોતાનાં નિવેદનથી વિવાદમાં ઘેરાઇ ગયા છે. ભાજપે સપા નેતાને માફી માંગવા જણાવ્યું છે. રામ ગોપાલે ગુરૂવારે પુલવામા હુમલાનું કાવત્રું જણાવ્યું છે. રામ ગોપાલે ગુરૂવારે પુલવામાં હુમલાને કાવત્રું ગણાવ્યું. થોડા સમય બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આકરો વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમનું આ નિવેદન હલકી રાજનીતિનું નિમ્ન ઉદાહરણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJPએ યુપીની 28 સીટો પર ઉમેદવારોની જાહેરાત, 6 સાંસદોના પત્તા કપાયા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, રામ ગોપાલ યાદવને પોતાનાં આ નિવેદન માટે સીઆરપીએફ જવાનો અને દેશની જનતા પાસે માફી માંગવી જોઇએ. આ અગાઉ રામગોપાલ યાદવે પુલવામા હુમલા અંગે ટીપ્પણી કરતા કરતા કહ્યું હતું કે, પેરામિલિટ્રીનાં જવાન સરકારથી દુખી છે, મત માટે જવાન ઠાર મારવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)નાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. 


લોકસભા ચૂંટણી 2019: જાણો...કેવી રીતે કપાઈ લાલ કૃષ્ણ આડવાણીની ટિકિટ

શોર્ય પર સવાલ પેદા કરવો શરમજનક
યોગી આદિત્યનાથે રામ ગોપાલનાં નિવેદન પર જવાબ આપતા કહ્યુ કે, અમારા બહાદુર જવાનોએ સદૈવ આતંકવાદ અને દરેક પ્રકારનાં ઉગ્રવાદનો સામનો કર્યો અને દેશની સુરક્ષાને સુનિશ્ચિત કર્યા હતા. જવાનોએ એર સ્ટ્રાઇકથી પીઓકે ખાતે બાલકોટમાં તમામ આતંકવાદી કેમ્પો ને નષ્ટ કરીને શોર્ય અને પરાક્રમનો પરિચય આપ્યો. આ શોર્ય પર સવાલ ઉઠાવ્યો અને આતંકવાદીઓનાં પક્ષમાં સહાનુભુતી પ્રકટ કરવી શરમજનક છે.