વિદેશ જનારાઓ માટે જરૂરી સમાચાર, બદલાઇ ગયા પાસપોર્ટના નિયમ, જાણો સમગ્ર પ્રોસેસ
વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં પોતાનો કહેર વર્તાવ્યો છે. જોકે હવે જેમ-જેમ કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થઇ રહ્યું છે ધીમે-ધીમે જીવન પાટા પર પરત ફરી રહ્યું છે.
નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં પોતાનો કહેર વર્તાવ્યો છે. જોકે હવે જેમ-જેમ કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થઇ રહ્યું છે ધીમે-ધીમે જીવન પાટા પર પરત ફરી રહ્યું છે. લોકો દેશ- વિદેશમાં ફરવા નિકળી રહ્યા છે. જોકે થોડા દિવસોમાં હજુ પણ એન્ટ્રી મળી રહી નથી તો બીજી તરફ કેટલાક દેશ શરતો સાથે પોતાની ઇન્ટરનેશનલ બોર્ડરને ટૂરિસ્ટસ માટે ખોલી દીધીછે. ઘણા દેશોએ કોવિડ વેક્સીન સર્ટિફિકેટને અનિવાર્ય કરી દીધી છે.
જો તમે પણ વિદેશ જવા વિશે વિચારી રહ્યા છે, તો તમારે તમારું કોરોના વેક્સીન સર્ટિફિકેટ, પાસપોર્ટ સાથે લિંક કરાવવું પડશે. આવો જાણીએ તમે કેવી પોતાના કોવિડ વેક્સીનેશન સર્ટિફિકેટને પાસપોર્ટ સાથે લિંક કરાવી શકો છો.
કોવિડ સર્ટિફિકેટ થયું ફરજિયાત
તમે તમારા પાસપોર્ટ સાથે કોરોના સર્ટિફિકેટને ફટાફટ લીંક કરાવી લો, જેથી તમને તમારી વિદેશ યાત્રા માટે કોઇ સમસ્યા ન થાય. જો તમે પણ કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ લીધા છે તો તમે કેટલાક સ્ટેપ્સને ફોલો કરીને એકદમ સરળતાથી પોતાના કોરોના વેક્સીનના સર્ટિફિકેટને પોતાના પાસપોર્ટ સાથે લિંક કરી શકો છો.
'Taarak Mehta'... ના આ એકટરને ઓળખ્યો તમે? રિયલ લાઇફમાં છે જેઠાલાલ સાથે ખાસ કનેક્શન
આ છે પુરી પ્રક્રિયા
તેના માટે તમે સૌથી પહેલાં કોવિનની ઓફિશિયલ વેબસાઇટ www.cowin.in પર વિજિટ કરો.
તેમાં લોગિન કર્યા બાદ તમે હોમપેજ પર સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરો.
સપોર્ટ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમને અહીં ત્રણ ઓપ્શન મળશે. હવે તમે 'certificate corrections' પર ક્લિક કરો.
હવે તમે 'Raise an issue' ઓપ્શન પર ક્લિક કરો.
'Raise an issue' પર ક્લિક કર્યા બાદ તમે Add Passport details પર ક્લિક કરો.
ત્યારબાદ તમે જે વ્યક્તિના પાસપોર્ટ વડે વેક્સીનેશનની ડિટેલ્સને એડ કરવા માંગો છો, તેનું નામ અને પાસપોર્ટ નંબર ભરો.
એકવાર ડિટેલ્સ સબમિટ કર્યા બાદ તમને તમારા રજિસ્ટર્ડ નંબર પર મેસેજ આવશે.
ત્યારબાદ કોવિન એપ વડે તમારું વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.
તેમાં તમારા પાસપોર્ટની ડિટેલ્સ અપડેટ થશે.
Price Hike: મોંઘવારીનો વધુ એક માર, હવે CNG-PNG નો વારો, જાણો કેટલી વધશે કિંમત
કોવિન સર્ટિફિકેટ
તમને જણાવી દઇએ કે તમારું કોવિન સર્ટિફિકેટ હવે આંતરરાષ્ટ્રીય ફોર્મેટ આધારિત હશે. આ ફોર્મેટ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તરફથી નક્કી માપદંડોના આધાર પર હશે. આ નવા ફીચર અને જન્મ તારીખના ફોર્મેટ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નક્કી WHO માપદંડોના અનુસાર YY-MM-DD ફોર્મેટમાં હશે.