મુંબઇ : કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ગુરૂવારે કહ્યું કે, એકવાર દેવુ નહી ચુકવી શકનારા 'વિજય માલ્યાજી'ને ચોર કહેવા યોગ્ય નથી. તેમણે કહ્યું કે, સંકટ સામે લડી રહેલા ઉદ્યોગપતિનું ચાર દશક સુધી યોગ્ય સમયે દેવું ચુકવી દેવાનો રેકોર્ડ છે. ગડકરીએ જો કે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમનો માલ્યા સાથે કોઇ પ્રકારનો વ્યાપારીક સંબંધ નથી. હાલમાં જ બ્રિટનની એક કોર્ટેમાલ્યાને ભારતને સોંપવા માટેના નિર્દેશો આપ્યા હતા. માલ્યા પર કથિત રીતે 9000 કરોડ રૂપિયાની બેંક ગોટાળો તથા મની લોન્ડ્રિંગનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MP LIVE: આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરશે કમલનાથ, કાલે શપથની શક્યતા...

ગડકરીએ એક મીડિયા સમુહ દ્વારા આયોજીત કાર્યક્રમમાં બોલતા કહ્યું કે, 40 વર્ષ સુધી માલ્યાએ નિયમિત ચુકવણી કરી હતી, વ્યાજ ભર્યું હતું. 40 વર્ષ બાદ જ્યારે તે એવિએશનમાં ગયા... ત્યાર બાદ તેને અડચણ પેદા થઇ તો એકદમથી ચે ચોર થઇ ગયો ? જે 50 વર્ષ સુધી વ્યાજ ભરતો હતો તે ઠીક છે પરંતુ એકવાર ડિફોલ્ટર થઇ ગયો તો અચાનક તે ફ્રોડ થઇ ગયો?  આ માનસિકતા યોગ્ય નથી. 


આનંદો: ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે સદનમાંથી પાસ...

ગડકરીએ કહ્યું કે, તે જે દેવાનો ઉલ્લેફ કરી રહ્યા છે તે, મહારાષ્ટ્ર સરકારનાં એકમ સિકોમ દ્વારા માલ્યાને આપવામાં આવ્યું હતું. આ દેવું 40 વર્ષ પહેલા આપવામાં આવ્યું હતું. આ લોન માલ્યા સમયાંતરે ચુકવતા રહ્યા હતા. મંત્રીએ કહ્યું કે, કોઇ પણ ઉદ્યોગમાં ઉતાર-ચડાવ આવે છે, જો કોઇને પરિસ્થિતી વિપરિત થાય તો તેનું સમર્થન કરવામાં આવવું જોઇએ.ઉદ્યોગમાં હંમેશા જોખમ હોય છે, પછી તે બેંકિંગ હોય કે વીમામાં ઉતાર ચઢાવ આવે છે. જો અર્થવ્યવસ્થામાં વૈશ્વિક અથવા આંતરિક કારણોથી અથવા મંદિના કારણે ભુલ પાયાગત છે તે જે વ્યક્તિ સમસ્યા સહી રહ્યો છે તેનું સમર્થન કરવામાં આવવું જોઇએ. 


છત્તીસગઢ LIVE: આજે રાહુલ દરબારમાં છત્તીસગઢનું કોકડુ ઉકેલવામાં આવશે...

વ્યાપારીક સમસ્યાઓને ચૂંટણીમાં થયેલા પરાજય સાથે જોડતા ગડકરીએ કહ્યું કે, કઇ રીતે 26 વર્ષની ઉંમરમાં ચૂંટણી હારી ગયા હતા, જો કે તેમણે જોર આપતા કહ્યું કે, આ હારનો અર્થ તે નથી કે તેમનું રાજનીતિક કેરિયર સમાપ્ત થઇ ગયું. જો નીરવ મોદી અથવા વિજય માલ્યા આર્થિક ગોટાળા કરે છે તો તેમને જેલમાં મોકલવામાં આવવા જોઇએ. પરંતુ જો કોઇ સમસ્યા થાય છે અને અમે તેમના પર ગોટાળાનું લેબલ આપી રહ્યા હોઇએ તો  અમારી અર્થવ્યવસ્થા પ્રગતિ કરી શકે નહી. લંડનની એક કોર્ટે માલ્યાના પ્રત્યાર્પણના આદેશ આપ્યા છે. તેનાથી સરકારનાં ભાગેડુ વેપારીને પરત લાવવાનાં પ્રયાસમાં એક મોટી સફળતા મળી છે.