નવી દિલ્હી :  સમગ્ર વિશ્વ કોરોના વાયરસની રસી શોધવા લાગ્યા છે. વૈજ્ઞાનિકોની તરફથી પણ અનેક પ્રકારના રિસર્ચ કરવામાં આવી રહ્યા છે. જેથી તેનું વેક્સીન શોધવામાં મદદ મળી શકે. જો કે હાલમાં જ થયેલા એક સંશોધનમા ભારત સહિત સમગ્ર વિશ્વને ચિંતામાં મુકી શકે છે. ઓસ્ટ્રેલિયા અને તાઇવાનના સંશોધકોના અનુસાર કોરોના વાયરસ ભારતમાં સ્વરૂપ બદલી રહ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકો વેક્સિન અંગે જે મહેનત કરી રહ્યા છે તેમની મહેનત પર પાણી ફરી વળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સસ્પેંડ થયું Rangoli Chandel નું Twitter એકાઉન્ટ, આ અભિનેતાની પુત્રીએ કરી હતી ફરિયાદ

અભ્યાસમાં કહેવામાં આવ્યું કે, આ પરિવર્તન કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનનાં હિસ્સામાં જોવા મળ્યો છે. સ્પાઇક પ્રોટીન દ્વારા વાયરસનાં શરીરની કેટલીક કોશિકાઓને જકડી રાખે ચે. કોરોના વાયરસનાં કાંટાળી સંરચનાની ACE@ ઇંજાઇમ યુક્ત કોશિકાઓને નિશાન બનાવે છે. ACE2 એંજાઇમ યુક્ત કોશિકાઓમાં જોવા મળે છે અને તે ફેફસામાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો અત્યાર સુધી આ જ માહિતી હતી અને તેઓ એસી એન્ટીબોડીઝ પર કામ કરી રહ્યા હતા જે કોરોના વાયરસ સામે લડવા માટે સક્ષમ હોય પરંતુ અચાનક વાયરસની સંરચનામાં પરિવર્તન થવાને કારણે વૈજ્ઞાનિકોને નવેસરથી મહેનત કરવી પડી શકે છે.


મુંબઇ: બાંદ્રા સ્ટેશન પર એકત્ર થયેલ ભીડનું કારણ અલગ જ હતું, સાંભળશો તો આંખમાંથી વહેશે આંસુ

આ સંશોધન તાઇવાનનાં નેશનલ ચેગ્ગુઆ યૂનિવર્સિટી ઓફ એજ્યુકેશનનાં વી-લુંગ વાંગ અને ઓસ્ટ્રેલિયામાં મર્ડોક યુનિવર્સિટીનાં સહયોગીઓએ કર્યું છે. સંશોધકોનું કહેવું છે કે કોરોના વાયરસના બદલાતા સ્વરપ અંગે આ પહેલો અહેવાલ છે. જેના કારણે વૈક્સિનનું સંશોધન પર ખતરો પેદા થયો છે. 


કોરોના વાયરસ અંગે સરકારની રણનીતિ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યાં સવાલ

એક સ્ટડીમાં તે વાતની પણ ચેતવણી આપવામાં આવી છે કે Sars CoV2 પોતાનાં રૂપ બદલી બદલીને સામે આવી શકે છે. શક્યતા છે કે આ વાયરસની વર્તમાનમાં બની રહેલા વેક્સિન બેકાર થઇ જાય છે. વૈજ્ઞાનિકોને પરેશાન કરનારો પહેલો મામલો ભારતનાં કેરળ રાજ્ય સાથે હતો. નેશનલ ઇસ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીએ જાન્યુઆરીના મહિનામાં આ દર્દીનું સેમ્પલ લીધું હતું. આ દર્દીનું જીનોમ અનુક્રમણગત્ત મહિને આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકો સાથે વહેંચવામાં આવ્યું. જો કે કેટલાક સંશોધકોએ સવાલ ઉઠાવ્યા હતા.


20 એપ્રિલથી આ વિસ્તારોને Lockdownમાં મળી શકે છે રાહત, જાણો કેવી છે સરકારની તૈયારી

આ દર્દી ચીનના વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરતો હતો અને તે ત્યાંથી ભારત આવ્યો હતો. જો કે આ દર્દીમાં કોરોના વાયરસનું સ્ટ્રેન ન તો વુહાનનાં કોઇ કેસ સાથે મળે છે અને ન તો અન્ય દેશોમાં કોરોના વાયરસમાં સ્વરૂપો બદલાય છે. સંશોધનમાં સામે આવ્યું કે, આ પરિવર્તન સ્પાઇક પ્રોટીનનાં રિસેપ્ટર બાઇડિંગ ડોમેનમાં થયું. કંપ્યૂટર સિમ્યુલેશન પરથી માહિતી મળે છે કે આરબીડીમાં આ પરિવર્તન જે સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ જોવા નથી મળ્યું. સ્પાઇક પ્રોટીનથી હાઇડ્રોજન બોન્ડને અલગ કરી શકે છે. 


કોરોનાકાળમાં ગરમીથી બચવા AC ચાલુ કરો છો? તો ખાસ વાંચો.... નહીં તો પસ્તાશો 

આ હાઇડ્રોનજ બોન્ડ વગર હોઇ શકે છે કે વાયરસ ફેફસામાં મળતા ACE 2 અથવા એજિયોટેસિન પરિવર્તિન એજાઇમ-2ની સાથે પોતાની પકડ મજબુત ન કરે. એટલે કે કોરોના વાયરસનાં એટેક કરવાની પદ્ધતી બદલાઇ શકે છે. ચીનનાં નેશનલ સેન્ટર ફોર બાયોઇન્ફોર્મેશન અનુસાર જાન્યુઆરીના શરૂઆતમા પહેલા કિસ્સાની પહેલી પૃષ્ટી થવા મુદ્દે અત્યાર સુધી તે વાયરસ અંટાર્કટિકાને છોડીને તમામ મહાદ્વીપોમાં પહોંચી ચુક્યો છે અને અત્યાર સુધીમાં તેનાં 3500થી વધારે પરિવર્તન પણ નોંધાઇ ચુક્યા છે. અમેરિકા અને ચીનમાં કેટલાક વેક્સિનનં ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઇ ચુક્યું છે, જો કે કોરોના વાયરસનાં આરડીબીમાં પરિવર્તનનાં કારણે આ વેક્સિન મુદ્દે અનિશ્ચિતતા વધતી જઇ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube