કોરોનાકાળમાં ગરમીથી બચવા AC ચાલુ કરો છો? તો ખાસ વાંચો.... નહીં તો પસ્તાશો 

હાલ કોરોનાની સમસ્યાની સાથે સાથે ગરમી પણ કેર વર્તાવવા માંડી છે. દેશમાં મોટા પાયે એસીનો ઉપયોગ પણ થાય છે. આવામાં હવે લોકોમાં ચિંતા પેઠી છે કે શું કોરોનાકાળમાં એસી ચલાવવું જોખમી છે?
કોરોનાકાળમાં ગરમીથી બચવા AC ચાલુ કરો છો? તો ખાસ વાંચો.... નહીં તો પસ્તાશો 

નવી દિલ્હી: હાલ કોરોનાની સમસ્યાની સાથે સાથે ગરમી પણ કેર વર્તાવવા માંડી છે. દેશમાં મોટા પાયે એસીનો ઉપયોગ પણ થાય છે. આવામાં હવે લોકોમાં ચિંતા પેઠી છે કે શું કોરોનાકાળમાં એસી ચલાવવું જોખમી છે?

AC કોરોના માટે મદદગાર સાબિત થઈ શકે
જે લોકો એસીનો ઉપયોગ કરે છે તેમના સવાલનો જવાબ એ છે કે એસી દ્વારા કોરોના વાયરસ ફેલાઈ શકે છે અને તેમાં કોઈ શંકા નથી. પરંતુ જો તેનો ઉપયોગ સાવચેતીથી કરવામાં આવે તો ડરવા જેવી વાત નથી. 

સોશિયલ મીડિયા પર વ્યક્ત થઈ રહી છે ચિંતા
લોકો ચિંતા કરવા માંડ્યા છે કે ગરમી વધતા એસીનો ઉપયોગ શરૂ થયો છે. આ સાથે જ સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ પર અનેક સંદેશાઓ અને દાવા કરાઈ રહ્યાં છે કે એસીથી કોરોના વાયરસનો ચેપ ફેલાવવાની શક્યતા વધી જાય છે. લોકો હવે એસીનો ઉપયોગ કરી રહ્યાં છે પરંતુ શંકા અને ચિંતાની સાથે. 

એસીનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો ચિંતા નથી
ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)ના ડાઈરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ પોતાના એક ટીવી ઈન્ટરવ્યુમાં આ વાત પર પ્રકાશ ફેંક્યો. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે એસી ચલાવવું એ કોઈ સમસ્યા નથી પરંતુ સમસ્યા તેના ક્રોસ વેન્ટિલેશન સંલગ્ન છે. 

વિન્ડો એસીમાં એક્ઝોસ્ટનું ધ્યાન રાખો
ઘરમાં વિન્ડો એસીમાં તમારા રૂમની હવા બહાર કે બીજા રૂમમાં નહીં જાય. આથી ઘરમાં વિન્ડો એસી કે ગાડીમાં એસી ચલાવવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ રૂમમાં લાગેલા વિન્ડો એસીના એક્ઝોસ્ટને યોગ્ય રીતે લગાવો જેથી કરીને તેની હવા બહાર ન જાય અને જાય તો એવી જગ્યાએ ન જાય કે જ્યાં બહુ લોકો ભેગા થતા હોય.

જુઓ LIVE TV

સેન્ટ્રલાઈઝ્ડ એસી ચિંતાનો વિષય છે
ડો.ગુલેરિયાના જણાવ્યાં મુજબ સેન્ટ્રલાઈઝ્ડ એસી સમસ્યા બની શકે છે. ઓફિસ કે સાર્વજનિક જગ્યાઓ પર મોટાભાગે સેન્ટ્રલાઈઝ્ડ એસી હોય છે જે હવાને એક રૂમમાંથી બીજા રૂમમાં સર્ક્યુલેટ કરે છે. આવામાં જો કોઈ રૂમમાં કોરોનાનો સંક્રમિત વ્યક્તિ ઊધરસ ખાય તો ઓફિસના બીજા રૂમમાં તે સંક્રમણ હવા દ્વારા ફેલાઈ શકે છે. આથી હાલના સમયમાં સેન્ટ્રલ એસીની જગ્યાએ વિન્ડો એસી વાપરવા હિતાવહ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news