મુંબઈ/ગુવાહાટીઃ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે બળવો કરનાર ધારાસભ્યો તેમને કહે કે તેને (ઠાકરે) મુખ્યમંત્રીના રૂપમા જોવા માંગતા નથી તો તે પોતાનું પદ છોડવા તૈયાર છે. ઠાકરેએ કહ્યુ- સુરત અને અન્ય જગ્યાઓથી કેમ નિવેદન આપી રહ્યાં છે? મારી સામે આવીને કહે કે હું મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષના પદને સંભાળવામાં સક્ષમ નથી. હું તત્કાલ રાજીનામુ આપી દઈએ. હું મારૂ રાજીનામુ તૈયાર રાખીશ અને તમે આવી તેને રાજભવન લઈ જઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમના આ નિવેદન બાદ બળવો કરનાર એકનાથ શિંદેએ પણ પોતાનું વલણ જાહેર કરી દીધુ છે. તેમણે કહ્યું કે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવું પડશે. તેમણે ચાર પોઈન્ટમાં પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે-


- છેલ્લા અઢી વર્ષોમાં એમવીએ સરકારે માત્ર સાથી દળોને ફાયદો પહોંચાડ્યો અને શિવસેનાને મોટુ નુકસાન થયું.
- ઘટક દળો મજબૂત થઈ રહ્યાં છે, શિવસેનાનું વ્યવસ્થિત રૂપથી ગબન કરવામાં આવી રહ્યું છે.
- પાર્ટી અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે અસ્વાભાવિક મોર્ચાથી બહાર નિકળવાનું જરૂરી છે. 
- મહારાષ્ટ્રના હિતમાં હવે નિર્ણય લેવાની જરૂર છે


શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી આપી આપી વિવાદ ખતમ કરવાની ફોર્મ્યુલા, જો માનશે તો બચી જશે પાર્ટી


ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની સરકાર છે. બે દિવસ પહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ બળવો કરી દીધો છે. શિંદે શિવસેનાના આશરે 40 ધારાસભ્યોની સાથે અસમના ગુવાહાટીમાં છે અને ખુદને અસલી શિવસેના ગણાવી રહ્યા છે. તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરે પાસે ભાજપની સાથે સરકાર બનાવવાની માંગ રાખી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube