નવી દિલ્હીઃ પંજાબની ભગવંત માન સરકારે સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને મંગળવારે પોતાના પદ પરથી હટાવી દીધા છે. સ્વાસ્થ્ય મંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે, તેમની સરકાર ભ્રષ્ટાચારને સ્વીકારશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલે આપી પ્રતિક્રિયા
પંજાબમાં ભ્રષ્ટાચારના આરોપમાં સ્વાસ્થ્ય મંત્રીને હટાવ્યા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અમે કટ્ટર ઈમાનદાર છીએ. કેજરીવાલે કહ્યુ કે, ગરદન કપાઈ જશે પરંતુ ભ્રષ્ટાચાર સહન કરીશું નહીં. દિલ્હીના મુખ્યમંત્રીએ માનની પ્રશંસા કરતા કહ્યુ કે, તમારા પર ગર્વ છે. ભ્રષ્ટાચાર કરવો દેશ સાથે છેતરપિંડી છે. કેજરીવાલે કહ્યુ કે, અમે જે કર્યુ તે માટે હિંમત જોઈએ. આપે સાબિત કરી દીધુ કે ભ્રષ્ટાચાર વગર પાર્ટી ચાલી શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube